અઠવાડિયાના છેલ્લા દિવસે શુક્રવારે શેરબજાર વધારા સાથે ખૂલ્યું હતુ. આ પછી પ્રી ઓપન સેશનમાં પણ સેન્સેકસ અને નિફટીમાં વધારો જોવા મળ્યો. સેન્સકે 140 અંકના વધારા સાથે તો નિફટી 17,424.90 અંક પર ખૂલ્યો હતો.
શુક્રવારની સવારે સેન્સેક્સ 140 અંકના વધારા સાથે તો નિફ્ટી 17,424.90 અંક પર ખૂલ્યો હતો. આ પછી 10 વાગે માર્કેટમાં મોટો ધટાડો જોવા મળ્યો. સેન્સેક્સ અને નિફ્ટી બંને રેડ ઝોનમાં પહોંચી ચૂક્યા હતા. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં સેન્સેક્સમાં શરૂઆતના કારોબારમાં શાનદાર વધારો જોવા મળ્યો. આ વધારો 140 અંકનો હતો અને સાથે જ સેન્સેક્સ 58500ના અંક પર ખૂલ્યો. જલ્દો કારોબારમાં વધારો જોવા મળ્યો હતો. સવારે 9.20 મિનિટે 228.39 અંકના વધારા સાથે તે 58689.69 અંક પર રહ્યો. 10 વાગ્યાના સમયે કારોબારમાં ઘટાડો આવ્યો અને 83 અંકથી વધુના ઘટાડા સાથે તે 58377 અંક પર આવ્યો હતો. ગુરુવારે સેન્સેક્સ 776.50 અંક વધીને 58461.29 અંક પર બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ વધારા સાથે 17424.90 અંક પર ખૂલ્યો અને સવારે 9.25 મિનિટે 59.10 અંકના વધારા સાથે તે 17460.75 અંક પર હતો. આ પછી 10 વાગે તેમાં ઘટાડો જોવા મળ્યો અને રોકાણકારોના વેચાણ વધવાની સાથે જ તે 29.60 અંક તૂટીને 17372. 05 અંક પર આવ્યો. ગુરુવારે તે 234.75 અંક વધ્યો અને 17401.65 અંક પર બંધ થયો હતો.
સવારના કારોબારમાં સેન્સેક્સ પર સૌથી વધારે 2.62 ટકાનો વધારો એલએન્ડટીના શેરમાં રહ્યો, બેંકિંગ શેયરનો પ્રભાવ અલગ જોવા મળ્યો. એક્સિસ, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંક, ઈન્ડસઈન્ડ બેંક, એસબીઆઈ, એચડીએફસી બેંક સિવાય બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ અને એચડીએફસીના શેર ગ્રીન ઝોનમા રહ્યા. રિલાયન્સ, ટીસીએસ, એશિયન પેન્ટ્સ, ટાટા સ્ટીલ અને મારુતિના શેર રેડ ઝોનમાં જોવા મળ્યા. નિફ્ટી પર પણ સૌથી વધારે 2.93 ટકાનો વધારો એલએન્ડટીના શેરમાં જોવા મળ્યો હતો. ભારત પેટ્રોલિયમ, ઈન્ડિયન ઓઈલ અને આયશર મોટર્સ જેવા શેર ગ્રીન ઝોનમાં રહ્યા. જ્યારે ભારતી એરટેલ, સિપ્લા અને સનફાર્માના શેર રેડ ઝોનમાં જોવા મળ્યા.