Friday, January 10, 2025
Homeરાજ્યગુજરાતરેસિડેન્ટ તબીબોનું સ્ટાઇપેન્ડ વધ્યું

રેસિડેન્ટ તબીબોનું સ્ટાઇપેન્ડ વધ્યું

- Advertisement -

જીવના જોખમે કોરોના દર્દીઓની સારવાર કરી રહેલા રેસિડેન્ટ ડોકટરોએ સ્ટાઇપેન્ડ વધારવામાં નહીં આવે તો હડતાલ ઉપર ઉતરવાની ચિમકી આપતા આખરે રાજય સરકારે સ્ટાઇપેન્ડમાં 40 ટકા વધારો કરવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કોરોનાની સારવાર લઇ રહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હોસ્પિટલમાંથી સ્ટાઇપેન્ડ વધારાની મંજૂરી આપી હતી.

- Advertisement -

નીતિન પટેલે જણાવ્યું કે, સરકારી કોલેજોના 5767 અને જીએમઇઆરએસ કોલેજોના 634 મળી કુલ 6401 રેસિડેન્ટ ડોકટરોને હાલમાં મળતા સ્ટાઇપેન્ડમાં 1 લી એપ્રિલ 2021ની અસરથી 40 ટકાનો વધારો મળશે. આ વધારો આગામી 3 વર્ષ માટે અમલી રહેશે.

સરકારી કોલેજોના મેડિકલ, ડેન્ટલ, હોમિયોપેથી, આયુર્વેદિક, ફિઝીયોથેરાપીના અનુસ્નાતક ઇન્ટર્ન, પીજી ડિગ્રી, ડિપ્લોમા તેમજ સુપર સ્પેશિયાલિટીના અને જીએમઇઆરએસના રેસિડેન્ટ ડોકટરોના સ્ટાઇપેન્ડમાં વધારો થશે. આ નિર્ણયથી સરકારને વાર્ષિક 100 કરોડનું આર્થિક ભારણ આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular