નપુર શર્માની મોહંમદ પયગંબર પર ભડકાઉ નિવેદનના કેસમાં સુપ્રીમ કોટે ઝાટકણી કાઢી છે. સુપ્રીમ કોર્ટે નુપુર શર્માને કહયું કે તમારા નિવેદનથી દેશનો માહોલ ખરાબ થયો છે. તમારી ટીવી પર જઇને માફી માંગવી જોઇએ. તમે બિંનજવાબદાર નિંવેદન આપ્યું છે. સાથો સાથ કોર્ટે કેસ ટ્રાન્સફર કરવાની અરજીને નકારી દીધી છે. સુપ્રીમ કોર્ટે કલું કે તમે પોતાને વકીલ કહો છો તો પણ આવું નિવેદન આપ્યું, તમારા નિવેદનથી દેશનો માહોલ ખરાબ થયો છે. કોટે કહયું કે તમારા નિવેદનથી દેશની બદનામી થઇ છે.દિલ્હી પોલીસે તમારા માટે રેડ કાર્પેટ પાથરી રાખી છે. સુપ્રીમ કોટે નુપુર શર્માને પહેલાં માંગેલી માફીને લઇ પણ પ્રશ્ર્નો કર્યા છે. કોર્ટે કહયું કે તમે પહેલાં જે માફી માંગી તે પણ સશર્ત હતી. દિલ્હી પોલીસે તમારા માટે રેડ કાર્પેટ પાથરી રાખી હતી. સુપ્રીમ કોર્ટે રાજધાની દિલ્હી પોલીસની તરફથી નોંધાવેલ ફરિયાદ પર અત્યાર સુધીમાં લેવાયેલા એકશન પર પણ પ્રશ્ર્ન ઉઠાવ્યો. સુપ્રીમ કોર્ટે કહયું કે નુપુર શર્માના નિવેદનના લીધે જ ઉદયપુરની ઘટના બની.