ભાજપની પ્રદેશકારોબારી પ્રથમવાર સુરેન્દ્રનગરમાં મુખ્યમંત્રી, ગુજરાત પ્રદેશ પ્રમુખ સહિત 650થી વધુ ભાજપતા નેતાઓ સુરેન્દ્રનગર શહેરતા મહેમાન બનશે અતિથિ દેવો ભવ: દરેક કાર્યકરને ત્યાં રાજ્યભરમાંથી આવતા બે-બે મહેમાન રોકાઈને બે દિવસ ઝાલાવાડની મુલાકાત કરશે. સુરેન્દ્રનગર શહેરમાં સૌ કારોબારીનું આયોજન થવા જઈ રહ્યુ છે. તા. 23 અને 24નાં રોજ યોજાનાર કારોબારીના આયોજન માટે મંગળવારે સુરસાગર ડેરી ખાતે બેઠકનું આયોજન કરાયુ હતુ.
પ્રદેશ કારોબારી મહાનગરોમાં જ યોજાતી હોય છે. ત્યારે સૌ પ્રથમવાર ભાજપની પ્રદેશ કારોબારીની બેઠકનું આયોજન સુરેન્દ્રનગર શહેરમાં તા. 23 અને 24 જાન્યુઆરીના રોજ થશે આ પ્રદેશ કારોબારીની બેઠકના આયોજન માટે ગત મંગળવારે સુરેન્દ્રનગરની સુરસાગર ડેરી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું દિન દયાળ હોલ સહિતની બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં પ્રદેશ મહામંત્રી પ્રદીપસીંહ વાઘેલા, કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, વઢવાણના ધારાસભ્ય અને જગદીશભાઈ મકવાણા, ધારાસભ્ય કાર્યક્રમો રજૂ કરાશે. કીરીટસીંહ રાણા, પ્રકાશભાઈ ચૌહાણ, પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, જિલ્લા ભાજપના મહામંત્રીઓ હિતેન્દ્રસિંહ ચૌહાણ, જયેશભાઈ પટેલ, ધીરૂભાઈ સીંધવ, સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. જાન્યુઆરીમાં પ્રદેશ પ્રદેશની કારોબારીની બેઠક યોજાશે.
આથી વરમોરા, પી.કે.પટેલ, શામજીભાઈ શહેરમાં ભવ્યાતી ભવ્ય રોશની કરશે. બે દિવસ થીમ કરવામાં આવશે. આ ઉપરાંત ઠેર-ઠેર બેનરો લગાવવામાં આવશે. જયારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિત 650થી વધુ ભાજપના મોટા આ પ્રદેશ કારોબારીને લઈને નેતાઓ બે દિવસ સુરેન્દ્રનગરમાં રોકાશે. મહેમાનોને ઝાલાવાડી ભોજન પીરસવામાં આવશે. શિયાળાના સમયમાં યોજાતી પ્રદેશ કારોબારીમાં મહેમાનોને ખાસ કરીને ઝાલાવાડી ભોજન રોટલો. રીંગણાનો ઓળો, લીલા ચણાનું શાક સહિતની વાનગીઓ પીરસવામાં આવનાર છે. સુરેન્દ્રનગરમાં સૌપ્રથમવાર યોજાતી પ્રદેશ કારોબારીમાં કેન્દ્રના મંત્રીઓ પણ હાજર રહેનાર છે. જેમાં કેન્દ્રીયના મંત્રીઓ સમક્ષ ઝાલાવાડની ભાતીગળ સંસ્કૃતીને લગતા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવશે. ઝાલાવાડના મુખ્ય મથકના મહેમાન બનતા ભાજપના નેતાઓ સુરેન્દ્રનગરના કાર્યકરોને ત્યાં બે-બે દિવસ રોકાણ કરશે.