ધ્રોલ શહેર તથા તાલુકાના ગામડાંઓમાં કોરોનાના કહેર ઉત્તરોત્તર વધતો જાય છે. ધ્રોલની પીજીવીસીએલ સબ ડિવિઝનના 35 કર્મચારીઓના સ્ટાફમાંથી નવ વ્યક્તિઓ પોઝિટીવ નોંધાયેલ છે. આથી કર્મચારીઓ તથા તેના પરિવારજનોમાં ભયજનક વાતાવરણ સર્જાયેલ હતું. કોરોનાની આ પરિસ્થિતિમાં પણ સ્થાનિક વિજ કર્મચારીઓ દ્વારા પણ ગ્રાહકોને સતત અવિરતપણે વિજ પુરવઠો મળી રહે તે માટે સ્ટાફ સતત પ્રયત્નશીલ રહીને ફરજ બજાવે છે.