Monday, December 23, 2024
Homeમનોરંજનતારક મહેતામાં સ્પ્લિટ્સવિલાની આ એક્ટ્રેસની એન્ટ્રી થઇ

તારક મહેતામાં સ્પ્લિટ્સવિલાની આ એક્ટ્રેસની એન્ટ્રી થઇ

- Advertisement -

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં ટીવી શોમાં હાલ દવાની કાળાબજારી પર ફોકસ કરવામાં આવી રહ્યું છે. પોપટલાલ દવાની કાળાબજારી અટકાવવાના મિશન ઉપર છે. ત્યારે હવે સ્પ્લિટ્સવિલામાં પોતાના બોલ્ડ અંદાજથી લોકોને ઘાયલ કરનારી આરાધનાએ શોમાં એન્ટ્રી કરી છે.  

- Advertisement -

તારક મહેતામાં આરાધના શર્મા ડિટેક્ટિવના કેરેક્ટરમાં દેખાઇ રહી છે અને એક ગુંડાના ગેંગ મેમ્બર તરીકે કામ કરી રહી છે. રુમ સર્વિસ સ્ટાફની મેમ્બર બનીને તે ગુંડાઓની મદદ કરી રહી છે. આરાધનાએ શોમાં એન્ટ્રી લીધી તે બાદ ફરી એકવાર તે લાઇમલાઇટમાં આવી છે. સોશ્યલ મિડીયા પર તો તે પોતાના બોલ્ડ અંદાજ દ્વારા છવાયેલી જ રહે છે.

- Advertisement -

અગાઉ આરાધના શર્મા અલાદીન: નામ તો સુના હોગામાં જોવા મળી હતી. અને વર્ષ 2019માં સ્પ્લિટ્સવિલામાં જોવા મળી હતી. આરાધનાએ પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યું છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં તેના માટે એક ફૈન મુમેન્ટ છે. કારણકે તેણી ઘણા સમયથી આ શો જોઈ રહી છે. આઇકોનિક શો માં ભાગ લેવો તેના માટે સારી તક હતી અને આ અનુભવ ખુબ જ સારો રહ્યો તેમ જણાવ્યું હતું. તેમજ અમિત સર (ચાચાજી), તન્મય સર (બાઘા સર), શ્યામ સર (પોપટલાલ), નિર્મલ સર (ડોક્ટર હાથી) બધાને સાથે રહીને કુટુંબ જેવું વાતાવરણ મળ્યું.તેમ આરાધનાએ જણાવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular