Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાંથી બે ચોરાઉ બાઈક સાથે તસ્કર ઝડપાયો

જામનગરમાંથી બે ચોરાઉ બાઈક સાથે તસ્કર ઝડપાયો

ધરારનગરમાંથી બે બાઈક કબ્જે: તસ્કરની વધુ પૂછપરછ

- Advertisement -

જામનગર શહેરમાંથી વાહન ચોરીના બનાવો વધતા પોલીસે વાહનચોરી ડામવા માટે કાર્યવાહી હાથ ધરતા ધરારનગર વિસ્તારમાંથી બે ચોરાઉ બાઈક સાથે શખ્સને દબોચી લઇ આગળની તપાસ હાથ ધરી હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં વાહન ચોરીના બનાવો વધતાં જતા હોવાથી પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. ત્યારે જામનગરના સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ડી સ્ટાફે વાહન ચોરીમાં સંડોવાયેલા હોય તેવા ધરારનગર નજીક રામનગર વિસ્તારમાં રહેતા વિશાલ રાજુભાઈ ચાવડા નામના શખ્સના મકાનમાં ચોરાઉ વાહનો સંતાડેલા હોવાની બાતમીના આધારે દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન તેના રહેણાંક મકાનમાંથી બે મોટરસાઈકલો મળી આવ્યા હતાં. જે બન્ને વાહનોના કાગળોની માગણી કરતા વિશાલે બન્ને વાહનો જામનગર શહેરમાંથી ચોરી કર્યા હોવાની કબુલાત આપી દીધી હતી. આથી પોલીસે બન્ને ચોરાઉ બાઈક કબ્જે કરી લઇ વિશાલ ચાવડાની અટકાયત કરી લીધી છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular