Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાંથી ચીલઝડપ અને બાઇક ઉઠાવગીર તસ્કર બેલડી ઝડપાઇ

જામનગરમાંથી ચીલઝડપ અને બાઇક ઉઠાવગીર તસ્કર બેલડી ઝડપાઇ

ગોકુલનગરમાંથી પોલીસે બાતમીના આધારે દબોચ્યા : 49 ગ્રામ સોનાનો ઢાળિયો કબજે : બે ચોરાઉ બાઇક કબજે કરવા કાર્યવાહી

- Advertisement -

જામનગર શહેરમાં ગોકુલનગર વિસ્તારમાંથી પેટ્રોલીંગ દરમિયાન પોલીસે બે શખ્સોને દબોચી લઇ ચેઇન ચીલ ઝડપનો ભેદ ઉકેલ્યો હતો. તેમજ આ બંને તસ્કરની પુછપરછ દરમિયાન બાઇક ચોરીનો ભેદ પણ ઉકેલાયો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રડાર રોડ પર પીએસઆઇ ઓડેદરા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન મળેલી બાતમીના આધારે ગોકુલનગર વિસ્તારમાં બે શખ્સો સોનાનો ઢાળીયો વેચવા આવવાના હોય જેથી પોલીસે વોચ ગોઠવી હતી. અને તે દરમિયાન પસાર થતાં બાઇક સવારને આંતરીને પુછપરછ કરતા અજયસિંહ ભીખુભા સોઢા (રહે.ગાંધીનગર, મુળ કચ્છ) અને રવિ કાનજી ભટ્ટ (રહે.સાધનાકોલોની, મુળ દ્વારકા) નામના બંને શખ્સોની તલાસી લેતા તેના કબજામાંથી 49.950 ગ્રામનો સોનાનો ઢાળિયો મળી આવતા બંનેની વધુ પુછપરછમાં થોડા દિવસો પૂર્વે રણજીતનગર વિસ્તારમાં મહિલાના ગળામાંથી 5 તોલાના સોનાના ચેઇનની ચીલઝડપ કર્યાની કેફિયત આપી હતી. તેમજ બંને શખ્સોએ સીટી એ ડિવિઝન વિસ્તારમાંથી એક અને અન્ય વિસ્તારમાંથી એક મળી કુલ બે બાઇક ચોરી આર્ચયાની કબૂલાત આપી હતી. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular