દેશમાં કોરોના મહામારી બેકાબૂ થતી દેખાઇ રહી છે. યુપી અને મહારાષ્ટ્રમાં સંક્રમણ વિકરાળ થઇ રહ્યું છે. આ બંને રાજયોમાં દેશની 30% વસતી રહે છે. યુપીમાં ગત 24 કલાકમાં સર્વાધિક 332 લોકોનાં મોત થાયં હતાં. તેની સાથે જ 34,626 નવા દર્દીઓ પણ મળ્યા હતા. હવે રાજયોમાં કોરોનાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 12,570 થઇ ચૂકી છે. બીજી બાજુ મહારાષ્ટ્રમાં જુલાઇ-ઓગસ્ટમાં કોરોનાની ત્રીજી લહેર ત્રાટકી શકે છે.
યુપીમાં કોરોનાની લગભગ 4 કરોડ 7 લાખ 97 હજાર, 875 કુલ તપાસમાં આરટીપીસીઆર ટેસ્ટની સંખ્યા લગભગ 1.70 કરોડ છે. આ કુલ તપાસના 50 થી પણ ઓછા છે. રાજયમાં 3 દિવસમાં સતત બીજા દિવસે બે લાખથી વધુ ટેસ્ટ થયા. શુક્રવારે 2.44 લાખ ટેસ્ટ થયા જેમાં 1.08 લાખ આરટીપીસીઆર છે. ગુરૂવારે 2.25 લાખ તપાસમાં 35,156 કેસ મળ્યા હતા. જો કે, વડાપ્રધાન મોદીએ બીજી લહેેરની શરૂઆતમાં કહ્યું હતું કે સંક્રમણ પર કાબૂ મેળવવા માટે ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટને લઇને પહેલા જેવી જ ગંભીરતા દાખવવી પડશે. ઓછા સમયમાં સંક્રમિત વ્યકિતને ટે્રક કરવા અને આરટીપીસીઆર ટેસ્ટનો દર 70 ટકાથી વધુ રાખવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.
યુપીમાં કોરોનાથી અત્યાર સુધીમાં 12,238 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. તેમાં એકલા 706 પ્રાથમિક સ્કૂલના શિક્ષકો છે. રાજય કર્મચારી મહાસંઘના અધ્યક્ષ હરિકિશોર તિવારી અનુસાર આશરે 800 રાજય કર્મચારીઓનાં મૃત્યુ થયાં છે. મહાસંઘની બેઠકમાં યુપીની પંચાયતની ચૂંટણીની મતગણતરી ટાળવાની માંગ કરાઇ છે. કેમ કે મતગણતરીના પ્રશિક્ષણમાં કોરોના પ્રોટોકોલ નું પાલન થઇ રહ્યું નથી. યુપી પ્રાથમિક શિક્ષક સંધ તથા શિક્ષક મહાસંઘના અધ્યક્ષ ડો. દિનેશચંદ્ર શર્માએ કહ્યું કે, પંચાયતની ચૂંટણીમાં ડયૂટીને કારણે શિક્ષકોનાં મૃત્યુની સંખ્યા વધી રહી છે. 24 કલાકમાં 20થી વધુ શિક્ષકોનાં મોતની જાણકારી મળી છે. તેમના સંપર્કમાં આવી જીવ ગુમાવનારા પરિવારોના નામ તો યાદીમાં નથી.