સોશિયલ મીડિયામાં અનેક વખત માતા-પિતાને માર મારવાના વિડીઓ સામે આવતા હોય છે. ત્યારે આજે રોજ આવો વધુ એક વિડીઓ સામે આવ્યો છે. જેમાં વલસાડમાં રહેતા એક 95 વર્ષીય વૃદ્ધને તેના પુત્રએ જાહેરમાં ધસડીને માર માર્યો છે. વૃદ્ધના પૌત્રએ આ વિડીઓ બનાવીને પોલીસ દફતરમાં પોતાના કાકા વિરુધ ફરિયાદ નોંધાવી છે.
વલસાડના મૂળી ગામે પોતાના એક પૂત્રના ઘરે રહેતા 95 વર્ષીય બિમાર દાદા બીજા પૂત્રના ઘરે જતાં ઉશ્કેરાયેલા કાકાએ દાદાને માર મારી ઘસડીને ઘરે લઇ જતાં પૌત્રએ કાકા સામે ફરિયાદ નોંધાવી છે.
રાજુભાઇ શંકરભાઇ હળપતીએપોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેના દાદા ભીખાભાઇ સોમાભાઇ હળપતીતેના કાકા કાકા રમણભાઇ ભીખાભાઈ હળપતિના ઘરે રહે છે. ત્રણ ચાર દિવસ પૂર્વે ભીખાભાઇ દીકરા શંકરના ઘરે આવી પૌત્ર રાજુને મળી તેના કાકા રમણભાઈ તેમને માર મારી રહ્યા હોવાનું તેમજ તેમની સારવાર કરાવી ન રહ્યા હોવાની ફરિયાદ પૌત્રને કરી રહ્યા હતા, અને હવેથી શંકરભાઈના ઘરે જ રહેવા આવવાના હોવાનું જણાવ્યું હતું. જે દરમિયાન રમણભાઈ અચાનક આવી જતા ભીખાભાઈને માર માર્યો હતો.