ભારત બાયોટેકએ હવે દેશનાં 14 રાજયોને કોવિડ-19ની વેક્સિન-કોવેક્સિનો પુરવઠો મે મહિનાથી શરૂ થઇ દીધી છે. હૈદ્રાબાદ સ્થિત કંપનીએ કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલી ફાળવણીના આધારે પુરવઠો આપવાનું શરૂ કરી દીધું છે. ભારત બાયોટેકેઅ એક મે 2021થી ભારત સરકાર દ્વારા કરાયેલી ફાળણવીના આધારે પર આ રાજય સરકારને કોવેક્સિનનો સીધો પુરવઠો આપવાનું શરૂ કર્યુ છે. અન્ય રાજયોની વિનંતીઓ પણ મળી છે અને અમે સ્ટોકની ઉપલબ્ધતાના આધારે તેનું વિતરણ શરૂ કરીશું. કંપની આ સમય આંધ્રપ્રદેશ, આસામ, છત્તીસગઢ, ગુજરાત, જમ્મુ અને કાશ્મિર, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓડિશા, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તરપ્રદેશ અને પશ્ર્ચિમ બંગાળને વેક્સિનનો પુરવઠો પહોંચાડી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, 39 એપ્રિલએ કંપનીએ રાજયમાં વેક્સિનની કિંમત ઘટાડીને 400 રૂપિયા પ્રતિ ડોઝ કરી દીધી છે. આ પહેલાં આ કિંમત 600 રૂપિયા પ્રતિ ડોઝ નકકી કરવામાં આવી હતી જો કે, વેક્સિનની કિંમત અંગે ઘણી ટીકા થયા બાદ કંપનીએ તેની કિંમતો ઘટાડી હતી. ભારત સરકારને 150 રૂપિયા પ્રતિ ડોઝના હિસાબથી વેક્સિનની સપ્લાય કરી રહી છે.