Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયસીરમ ઇન્સ્ટીટ્યૂટ પણ બનાવશે સ્પુતનિક-V, માગી મંજૂરી

સીરમ ઇન્સ્ટીટ્યૂટ પણ બનાવશે સ્પુતનિક-V, માગી મંજૂરી

- Advertisement -

કોરોના રસી કોવિશીલ્ડનું નિર્માણ કરી રહેલી કંપની સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા આવનારા સમયમાં રુસની કોરોના વેક્સિન સ્પુતનિક-વીનું ઉત્પાદન કરી શકે છે. સ્પુતનિક-વીના ઉત્પાદનની મંજૂરી માંગવા માટે સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાએ ડીસીજીઆઇ પાસે મંજૂરી માંગી છે. સૂત્રોએ આ અંગે જાણકારી આપી છે.

- Advertisement -

સૂત્રોનું કહેવું છે કે, પુણે સ્થિત કંપનીએ તપાસ વિશ્લેષણ અને પરીક્ષણ માટે પણ મંજૂરી માંગી છે. હાલ ડો. રેડ્ડીઝ લેબોરેટ્રીઝ ભારતમાં રુસની સ્પુતનિક વી રસીનું ઉત્પાદન કરે છે.

જે તેની મંજૂરી મળી જશે તો દેશમાં વેક્સિનના પ્રોડક્શનને ગતિ મળશે. હાલ સ્પુતનિક-વીના 30 લાખ ડોઝની ખેપ મંગળવારે હૈદરાબાદ પહોંચી હતી. સૂત્રો અનુસાર, સીરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયાએ ડીસીજીઆઇને બુધવારે એક અરજી આપી, જેમાં કોવિડ-19 રસી સ્પુતનિક વીના ભારતમાં નિર્માણની મંજૂરી માંગવામાં આવી છે.

- Advertisement -

ઉલ્લેખનિય છે કે, હાલ દેશમાં કોવિશીલ્ડ, કોવેક્સિન અને સ્પૂતનિક-વી દ્વારા રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા અગાઉ જ સરકારને જણાવી ચૂક્યું છે કે, તે જૂનમાં 10 કરોડ કોવિશીલ્ડ વેક્સિનના ડોઝનું ઉત્પાદન અને સપ્લાય કરશે. તે નોવાવેક્સ રસી પણ બનાવી રહ્યું છે. નોવાવેક્સ માટે અમેરિકા પાસેથી નિયામક સંબંધી મંજૂરી હજુ મળી નથી

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular