Sunday, December 22, 2024
Homeખબર સ્પેશીયલપવિત્ર ગ્રંથની પવિત્રતા

પવિત્ર ગ્રંથની પવિત્રતા

- Advertisement -

(આપણા મનના અત્યંત ઉકળાટોનું નિષ્કર્ષ લાવતું,
વિશ્વનું એક માત્ર આશ્વાસન.)
નિરાશા અને વિવિધ પ્રશ્નોના નિરાકરણની રહેલી છે, એમાં એક વાત,
ભક્તિ, જ્ઞાન અને કર્મ દ્વારા, જીવનને
માર્ગદર્શન આપતી, છૂપાયેલી છે તેમાં અનેક વાત.

- Advertisement -

જીવનનો ઉદય થવો, એ પણ એક કુદરતના હાથની વાત છે પરંતુ જે જીવમાં જન્મ થવો, એ સ્વાભાવિક રીતે કરેલા એમના કર્મોની વાત છે. અનેક ગ્રંથો, નવલકથા તથા ઉપનિષદોમાં, આપણે કર્મોના સિદ્ધાંતોથી પરિચિત છીએ. કર્મ છે, ત્યાં ફળ છે, જે ભગવાન કૃષણ દ્વારા અપાયેલો જીવનનો એક શાશ્વત સંદેશ છે. જયારે ઈશ્વરે પણ આપણને ફક્ત કર્મ કરવા પર અનુરોધ કર્યો છે અને એ વાત પણ એમને સ્પષ્ટ કરી છે કે કર્મ બાદ ફળ, ફક્ત તેમના હાથમાં છે, જે જીવનનો શિર્ષક સમાન પ્રથમ સંદેશ છે. ત્યારબાદ જ્યાં જીવન છે, ત્યાં ભાવ છે, વ્યથા છે, જરૂરીયાત છે, શોખ છે, વૈવિધ્યતા છે અને પ્રશ્ન છે, જે પણ એક એટલી જ શક્તિશાળી વાત છે. કોઈ જીવ કે કોઈનું જીવન, એ ઉપરોક્ત પરિબળો વિહીન નથી હોતું અને જ્યાં પ્રશ્ન છે ત્યાં ઉકેલ પણ છે, જેમનું એક સમાન્ય ઉદાહરણ લઈએ તો, આપણા જીવનમાં કંઈ પ્રશ્ન કે સમસ્યા, જયારે ખટકતી હોય છે, ત્યારે અન્ય કે મિત્રની મદદ લેતા હોઈએ છીએ અને તેમના થકી ઉકેલ લાવતા હોઈએ છીએ પરંતુ જયારે જીવન પોતે જ એક પ્રશ્ન બને, ત્યારે શું કરવું?

જેમના થકી સૃષ્ટિ ચાલે છે, સમગ્ર સૃષ્ટિનું સંચાલન થાય છે, જે જીવન અને મૃત્યુને પૂરતો ન્યાય આપે છે, તેમજ માત્ર કર્મને આધીન દરેક વ્યક્તિનો માર્ગ પહોળો કરે છે, તે ઈશ્વર એટલે કે કૃષ્ણ. અનેક વર્ષો પહેલા, શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલો કુરુક્ષેત્રનો વાર્તાલાપ અને તેમના સંવાદને ધ્યાનમાં લઇ અને એ તમામ શબ્દને આવરી લઇ, પુસ્તકનું સર્જન કરવામાં આવ્યું, તે છે, ‘શ્રીમત ભગવત ગીતા’. આમ તો જયારે માત્ર ‘ગીતા’, એ પુસ્તકનું નામ લઈએ ત્યારે ‘કર્મનો’ આભાસ આંખના પલકારા પહેલા થતો હોય છે. ગીતા શું છે? આમનું આલેખન શબ્દ થકી કદી થઇ જ ન શકે. એ તો ફક્ત એક દરેક માનવીનો અલગ-અલગ દ્રષ્ટિકોણ છે. જે પ્રશ્ન છે, તેમના ઉકેલ થકી દ્રષ્ટિકોણ છે, એટલે કે ભાવ છે પરંતુ કુરુક્ષેત્રના વાર્તાલાપ અને એ સંવાદો ફક્ત સંભાળવા માટે નથી પરંતુ શ્રીકૃષ્ણ એ, અર્જુન થકી એ સંવાદ આપણા જીવનમાં ઉતારવા એમણે કહ્યા હતા. જીવનની તમામ શીખ, સંવેદના, જીવનનું રહસ્ય અને સાર જેમાં છે. માત્ર આચરણ અને બોલવા માટે નહી પણ, નખશીખ ગ્રહણ કરી અને તેમના માર્ગ પર ચાલવા માટે છે, જે ગીતાની, આપણા જીવન સમક્ષ પ્રથમ ઓળખ છે.

- Advertisement -

ગીતાના, મૂળભૂત ત્રણ માર્ગ છે. ભક્તિ, જ્ઞાન અને કર્મ. આ ત્રણને અનુસરી, કોઈ પણ માનવી ખરા જીવનનો સ્પર્શ કરી શકે છે. અગાઉ આપણે વાત કર્યા મુજબ, જ્યાં જીવન છે, ત્યાં પ્રશ્ર્ન છે અને જયારે જીવન જ પ્રશ્ન બને તો? હા, વાત તો ખરી કે જયારે જીવન પ્રશ્ર્ન બને ત્યારે શું કરીશું? ત્યારે ગીતા, જે પવિત્ર ગ્રંથ થકી એ કપરી મુશ્કેલીને, ગીતાના સામાન્ય વાંચન અને ગ્રહણતા બાદ બદલી શકાય. ભક્તિ, જ્ઞાન અને કર્મ, આ ત્રણ, અનુક્રમે સમજીએ અને સમજ્યા બાદ, એ માર્ગ પર ચાલીએ, ત્યારે જીવનમાં કોઈ પણ પ્રશ્ર્ન અને સંઘર્ષ નહી અનુભવાય. અધ્યાય અને શ્લોકોનું અનુશાસન, કે જીવનમાં શાસન કંઈ રીતે કરવું અથવા જયારે કોઈ પરિસ્થિતિ આપણા પર શાસન કરે, ત્યારે તેમનું નિરાકરણ કંઈ રીતે કરવું, તેમની ચોખવટ માત્ર એ ગ્રંથમાં થયેલી છે. ભક્તિ છે, જેમાં જ્ઞાન છે અને જ્ઞાન દ્વારા કર્મના સારની અનુભૂતિ કરાવતું, માત્ર ભારત જ નહી પણ વિશ્વના દરેક પ્રશ્ર્નના ઉકેલનો એક માત્ર આધાર છે, જે તેમની સુંદર પવિત્રતા છે.

કોઈનું શંકાનું સમાધાન છે, ત્યારે કોઈના ભયની મુક્તિ છે, કોઈની મુશ્કેલીનું નિવારણ છે, તો કોઈની પૂરતી શ્રદ્ધા છે પરંતુ અંતમાં સંસ્કારોનું સિંચન છે. જયારે પણ કોઈ વ્યક્તિને, કંઈ પણ મુશ્કેલી આવે તેમજ કોઈ ખરાબ પરિસ્થિતિ આવે ત્યારે તેમને પૂરતી શ્રદ્ધા છે કે તેમના નિવારણ માટે એ ગ્રંથ એક જ આશા છે, જે તેમને વિશ્વાસ છે અને ત્યારે આ ગ્રંથ ખૂબ જ પવિત્ર છે. ભક્તિ, જે એ ગ્રંથનો હક છે, જ્ઞાન, એ એમનું કર્તવ્ય છે અને કર્મ એ એમનો એટલે કે જીવનનો સિદ્ધાંત છે અને એ તમામનો સમન્વય, જીવનને એમના વેગમાં ચાલવાની સતાવાર છૂટ આપે છે અને વારંવાર જરૂર પ્રમાણે અને સમય પ્રમાણે શીખ આપે છે. આપણે અંતમાં એમનો સુંદર મહિમા સ્વીકારીએ જ છીએ. તે ગ્રંથ, તેમને જ સ્વીકારવાનો આગ્રહ નથી રાખતું પરંતુ એમનું પઠન કર્યા બાદ, આપણે અન્ય કોઈ તત્વજ્ઞાન સાથે સહમત નથી થતા, જે એ ગ્રંથની ખરી ઓળખ છે અને એમને આપણી આદત પાડવી, તેમાં જીવનનું માન છે અને તે ગ્રંથનો પૂરતો આદર છે.

- Advertisement -

વિશ્વનું નામાંકિત સંગઠન, જયારે પ્રતિકાત્મક તરીકે ગીતાને રાખતું હોય અને ત્યારબાદ તેમને કીર્તિનો જશ આપતું હોય, ત્યારે આપણી તો એ ગ્રંથને માન આપવાની નૈતિક ફરજ બને છે. તત્વજ્ઞાન નથી પરંતુ સ્પષ્ટ વક્તા છે તે ગ્રંથ, ખોટું આશ્વાસન નથી પણ સાત્વિક માર્ગદર્શક છે અને કોઈ ખોટું રટણ નથી પણ ફક્ત જૈવિક અનુભૂતિ છે. આજે પણ જયારે કોઈ વ્યક્તિને નિરાશામાં આશા નજર આવતી હોય છે, તો ફક્ત તેમનું કારણ ગીતા છે અને જયારે કોર્ટમાં આજે પણ, ગીતાને કેન્દ્રમાં રાખી સાચું બોલવાનો અને કબૂલ કરવાનો નિર્ણય જયારે ભારતનું સંવિધાન આગ્રહ રાખે છે, ત્યારે તેમની શોભા સામાન્ય રીતે વધતી જણાય છે. અનેક ગ્રંથો આવ્યા અને અંકિત થયા પરંતુ કોઈ પણ જીવનને ગીતા જેટલી પવિત્ર વાચા થકી પવિત્રતા નહી અપાવે.

કુરુક્ષેત્રના યુદ્ધની વચ્ચે આ સંવાદને અનુસરવાની શીખ, જયારે શ્રીકૃષ્ણ એ અર્જુનને આપી હતી, ત્યારે એક શારીરિક ભાષા થકી એક સંકેત ઈશ્વર દ્વારા મળ્યો હતો. જે સંકેત, તેમના સંવાદને અનુસરતા પહેલા, માનવતા અનુસરવાની શીખ આપી હતી. જે, ગીતાની ગરિમા, તેમનો સ્પર્શ કરતા પહેલા જ વધારે છે.

શ્રીમત ભગવત ગીતાની જ મૂળભૂતતા સાથે
1.) આપણે પૃથ્વી પરના માલિક નહી પણ મહેમાન છીએ.
2.) તું ફક્ત કર્મ કર, ફળ પર અધિકાર નથી.
3.) સતત પરિવર્તન, એ જ સંસારનો નિયમ છે.
4.) આપણે શું લઈને આવ્યા, શું લઈને જઈશું? આપણું શું હતું, જે આપણે ગુમાવ્યું? જે મેળવ્યું, તે અહી જ મેળવ્યું, જે આપ્યું, તે પણ અહી જ આપ્યું, જે આજ આપણું છે, તે ગઈકાલે કોઈ અન્યનું હતું અને આવતીકાલે કોઈ અન્યનું થઇ જશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular