Friday, December 27, 2024
Homeરાજ્યગુજરાતરાજકોટની સમરસ હોસ્ટેલને 1000 બેડની હોસ્પિટલમાં રૂપાંતરિત કરાઇ

રાજકોટની સમરસ હોસ્ટેલને 1000 બેડની હોસ્પિટલમાં રૂપાંતરિત કરાઇ

આઠ હજાર લિટરની ક્ષમતાવાળી 8 ઓક્સિજનની ટેન્કો : 224 રૂમમાં સીસી ટીવીથી થતું દર્દીઓનું મોનિટરીંગ

- Advertisement -

કોરોનાની બીજી લહેરમાં પણ વહીવટી તંત્ર દ્વારા કોરોના દર્દીઓને ઉત્તમ સારવાર મળી રહે તે માટેના તમામ પ્રયાસો થઇ રહયા છે. રાજકોટની સમરસ બોયઝ હોસ્ટેલની અંદર 1000 બેડની કોવિડ કેર સેન્ટર અને ડેડીકેટેડ હેલ્થ કોવીડ કેર સેન્ટરમાં ઓકિસજન બેડની બહુ મોટી વ્યવસ્થા ટૂંકા ગાળામાં ઉભી કરવાનું કામ થયું છે, જે સમગ્ર ગુજરાત માટે પ્રેરણારૂપ છે. તેમ જ હોસ્પિટલ સિવાયના કોઇ કેમ્પસમાં આવડી મોટી સુવિધા ઉપલબ્ધ કરાઇ હોય તેવું આ પ્રથમ કોવિડ કેર સેન્ટર છે. તેમ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું.

- Advertisement -

અત્યારે ઓકિસજનની માંગ પુષ્કળ રહેવાથી જિલ્લાના નોડલ ઓફિસર રાહુલ ગુપ્તા અને કલેકટર રેમ્યા મોહનના અથાગ પ્રયાસોથી સમરસ હોસ્ટેલને સંપૂર્ણપણે ઓકિસજનની સુવિધા ધરાવતી હોસ્પિટલ બનાવી દેવાનું તાત્કાલિક નકકી કરાયુ યુધ્ધના ધોરણે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ અને અધિક કલેકટર મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ ઓકિસજનની સુવિધાવાળા 1000 બેડની કોવિડ કેર સેન્ટર અને ડેડીકેટેડ હેલ્થ કોવીડ કેર સેન્ટર બેડ તૈયાર થઇ ગયા છે અને આજની તારીખે તમામ બેડ ભરેલા છે. લાઇફ લાઇન પ્રા.લીમીટેડ દ્વારા તાત્કાલિક ઓકિસજનની સુવિધા ઉભી કરાઇ છે.
આ સેન્ટર ઓકિસજનની 8 ટેન્કો કે જે આઠ હજાર લિટરની ક્ષમતા ધરાવે છે. તે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.પટેલના માર્ગદર્શન હેઠળ તાત્કાલીક ઉપલબ્ધ કરાવાઇ છે. સમરસમાં તબકકાવાર ઓકિસજનની સુવિધા વધારવાની કામગીરી ચાલી રહી છે. આમ સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓનુ ભારણ ઘટાડવા માટે સમરસ હોસ્ટેલનું કોવિડ કેર સેન્ટર ખુબ ઉપયોગી પુરવાર થઇ રહ્યું છે.

ઓકિસજન સપ્લાય મેન્ટેન્સની કામગીરી ડો. કેતન પીપળિયાના મોનીટરીંગ હેઠળ થાય છે. ટૂંકા ગાળામાં ઓકિસજન ફેસેલીટીની પાઇપલાઇન ફીટીંગ માટે રો-મટીરીયલ્સની વ્યવસ્થા નાયબ રાજય વેરા કમિશનર ગોયાણીના માર્ગદર્શન હેઠળ ઉભી કરાઇ છે. દર્દીઓનું તમામ પ્રકારનું નિદાન-સારવાર ડો.મેહુલ પરમાર અને ડો.જયદિપ ભૂંડિયાના માર્ગદર્શન હેઠળ મેડિકલ અને પેરા મેડિકલ ટીમ દ્વારા કરવામાં આવી રહયા છે. જિલ્લા રોજગાર અધિકારી ચેતન દવેના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા અભિયાનની કામગીરી થઇ રહી છે. માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર નિતેષ કામદાર, ડે.અન્જિનિયર રાજેશ્ર્વરી નાયર, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી હરેશ ચાવડાએ પણ આ કોવિડ હોસ્પિટલ માટે મહત્વનું યોગદાન આપ્યુ છે. સાઉન્ડ સિસ્ટમ માટે શકિતમાન ઇન્ડ્રસ્ટ્રીઝ લી. નો સહયોગ સાંપડયો છે.

- Advertisement -

આ ઉપરાંત સેન્ટર ઉપર આશરે છ તબીબો અને 150 પેરા મેડિકલ સ્ટાફ, ઓકિસજન ઓપરેટર્સ, અંદાજે 200 હાઉસ કીપીંગ અને એટેન્ડન્સ સ્ટાફ સતત રાત-દિવસ દર્દીઓની સેવા કરી રહયા છે. મોટા ભાગના સ્ટાફની ભરતી તાત્કાલિક ધોરણે એજન્સી મારફતે કરવામાં આવી છે. દર્દીઓને નિદાન-સારવાર, ઓકિસજન, ડાયટીશ્યનને નકકી કરેલુ પૌષ્ટિક ભોજન બપોરે અને રાત્રે તેમજ સવારે અને સાંજે નાસ્તો બધુ જ વિના-મૂલ્યે પૂરું પાડવામાં આવે છે. વૃધ્ધ લોકો માટે પણ વિશેષ સુવિધા છે. દર્દીને ડાયપર પહેરાવવાથી લઇ ખવડાવવા સુધીની સુવિધા પૂરી પાડવામાં આવે છે.
સમરસ કોવિડ કેર સેન્ટરના સાત માળમાં 224 રૂમ આવેલા છે. આ તમામ માળ ઉપર દર્દીઓની જરૂરિયાત અને લાભાર્થે રીયલ ટાઇમ ટ્રેકીંગ એન્ડ મોનીટરીંગ સિસ્ટમ(સીસી ટીવી કેમેરા) ઉભી કરાઇ છે. અધિકારીઓ દ્વારા દરેક દર્દીઓના રૂમનું મોનીટરીંગ કરી શકાશે. દર્દીઓ સાથે વાતચીત પણ થઇ શકશે.

સમરસ કોવિડ કેર સેન્ટરના સાત માળમાં આવેલા તમામ 224 રૂમોમાં મ્યુઝિક સિસ્ટમ ફિટ કરવામાં આવી છે. જેના પગલે ધાર્મિક ભજન-કિર્તન વગેરે દર્દીઓ સાંભળી શકશે. અને તેઓને માનસિક અને આધ્યાત્મિક ઉર્જા મળી શકશે.

- Advertisement -

સમરસ હોસ્ટેલના કેમ્પસ ઉપર પેશન્ટ ઇન્ફોર્મેશન સીસ્ટમ ઉભી કરાઇ છે. જયાં સાત જેટલા શિક્ષકો દ્વારા દર્દીઓની સ્થિતી વિશેની માહિતી દર્દીઓના સગાઓને આપવામાં આવે છે. દરરોજ ડોકટરો દ્વારા 3 રાઉન્ડ થકી દર્દીઓની તબીબી સ્થિતિની ચકાસણી કરમાં આવે છે. અને તેના આધારે સાતેય ફલોર ઉપરના ફલોર મેનેજર દ્વારા પેશન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમના શિક્ષકોને દર્દીના સ્ટેટસ વિશેની માહિતી પૂરી પાડવામાં આવે છે.
સમરસ હોસ્ટેલમાં દર્દીઓને જોઇતો સામાન, ભોજન તેમના સગાઓને આપી જાય છે. આ સામાન દર્દીઓને પહોચાડવા માટે પાર્સલ સુવિધાનો અલાયદો વિભાગ પણ સમરસ હોસ્ટેલના કેમ્પસમાં ઉભો કરાયો છે. જયાં શિક્ષકો દ્વારા દર્દીઓના સગા પાસેથી સામાન લઇને દર્દીઓને પહોંચાડવામાં આવે છે.

આ ઉપરાંત સમરસ હોસ્ટેલ બહાર દર્દીઓના સગાઓને છાયડો મળે તે માટે પણ એક ડોમ બનાવાયો છે. જેથી દર્દીઓના સગા તડકાથી બચી શકે. તેમજ ગુરુદ્વારા ટ્રસ્ટ અને સદભાવના ટ્રસ્ટ દ્વારા દર્દીઓના સગાઓને ભોજન પણ પૂરું પાડવામાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular