જામનગર શહેરમાં ખંભાળિયા ગેઇટ નજીક આવેલ એક ચાની હોટેલમાં દુકાનની છત ધરાશાયી થતાં અફડાતફડી મચી ગઇ હતી જો કે, સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી.
જામનગરમાં ખંભાળિયા ગેઇટ નજીક આવેલ બજરંગ હોટેલમાં આજે સવારે દુકાનની છત ધડાકાભેર તુટી પડી હતી. દુકાનની છાજલી સહિત બોર્ડ ધડાકા ભેર તુટી પડતાં આજુબાજુના લોકો એકઠાં થઇ ગયા હતાં. જો કે,આસપાસ કોઇ લોકો ન હોવાથી કોઇ જાનહાની થઇ ન હતી.