Tuesday, December 24, 2024
Homeરાજ્યગુજરાતપ્રાઇવસીના અધિકારનો અર્થ એ નથી કે ઘરમાં બેસીને ઢીંચી શકાય

પ્રાઇવસીના અધિકારનો અર્થ એ નથી કે ઘરમાં બેસીને ઢીંચી શકાય

રાજયમાં દારૂબંધી મુદ્દે હાઇકોર્ટમાં સરકાર આકરા પાણીએ

- Advertisement -

ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે. રાજ્યમાં અનેક વખત પોલીસે ગેરકાયદે ધૂસાડવામાં આવતા દારૂ અને બુટલેગરો દ્વારા બેફામ વેચાઈ રહેલા દારૂનો પર્દાફાશ કર્યો છે. હાઈકોર્ટમાં દારૂબંધીના કાયદાને પડકારતી અરજી પર સુનાવણી શરૂ થઈ છે. રાજ્યના એડવોકેટ જનરલે દારુબંધીના કાયદાને પડકારતી અરજી સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે આ અરજીઓ હાઈકોર્ટ સમક્ષ ટકી શકે નહીં તેવી રજૂઆત કરી હતી. રાજ્ય સરકારે રજૂઆત કરી હતી કે, રાઈટ ટુ પ્રાઈવસીનો અર્થ એ નથી કે, લોકોને ઘરમાં બેસીને દારૂ પીવાની છૂટ આપી શકાય. તેમણે એવી પણ રજૂઆત કરી હતી કે રાઈટ ટુ પ્રાઈવસીનો મુદ્દો ઉઠાવવો હોય તો અરજદારો સુપ્રીમ કોર્ટમાં અરજી કરવી પડે. હવે આ બાબતે આવતી કાલે વધુ સુનાવણી હાથ ધરાશે. એડવોકેટ જનરલે દારુબંધીના કાયદાને પડકારતી અરજીની સુનાવણીમાં રજૂઆત કરી હતી કે, રાજ્યમાં 6.75 કરોડની વસ્તીમાં માત્ર 21 હજાર લોકોને જ હેલ્થ પરમીટ આપવામાં આવી છે. વિઝીટર અને ટુરિસ્ટ પરમીટ જેવી ટેમ્પરરી પરમીટ થઈને પણ રાજ્યમાં દર વર્ષે માત્ર 66 હજાર લોકો પાસે જ પરમીટ ઉપલબ્ધ હોય છે. તેમણે રાજ્યમાં 71 વર્ષથી દારુબંધીનો કાયદો અમલમાં હોવાની પણ રજૂઆત કરી હતી. તે ઉપરાંત મહાત્મા ગાંધીના અહિંસા અને નશામુક્તિના સુત્રોને સાર્થક કરવાનો પ્રયાસ છે.

- Advertisement -

એવી પણ રજૂઆત કરી હતી. તેમણે કોર્ટમાં જણાવ્યું હતું કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી યોગ્ય, દારૂબંધીના કાયદાનો ભંગ કરીને વ્યક્તિ પોતાના ઘરે બેસીને દારૂ પીવે તે પણ ચલાવી લેવાય નહીં. ત્રણ વર્ષ પહેલા એક અરજદારે ખાનગીમાં શરાબના સેવનની મંજૂરી માટે દાદ માગતી અરજી હાઈકોર્ટમાં દાખલ કરી હતી. ત્યાર બાદ વધુ ચાર અરજદારે ગુજરાત નશાબંધી ધારા અને બોમ્બે ફોરેન લિકર રૂલ્સની વિવિધ સંલગ્ન કલમોને રદબાતલ ઠેરવવા માગણી કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular