જામનગર તાલુકાના ચંગા પાટીયાથી રીલાયન્સ તરફ જવાના પીએન માર્ગ પરથી પસાર થતી સીએનજી રીક્ષાના ચાલકે કાબુ ગુમાવી દેતા રીક્ષા કેનાલમાં પલ્ટી ખાઈ જતાં રીક્ષામાં સવાર સાતથી આઠ મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.