Sunday, January 5, 2025
Homeરાજ્યગુજરાતધો.1થી9 ના વિદ્યાર્થીઓના પરિણામ પત્રકો આ રીતે થશે તૈયાર

ધો.1થી9 ના વિદ્યાર્થીઓના પરિણામ પત્રકો આ રીતે થશે તૈયાર

- Advertisement -

કોરોનાની મહામારીને ધ્યાનમાં લેતા ગુજરાત સરકાર દ્રારા ધો.1થી9 અને ધો.11માં માસ પ્રમોશન આપવાની જાહેરાત કરવામાં આવી છે. સરકારની આ જાહેરાત બાદ GCERT દ્રારા શાળાઓ માટે પરિણામપત્રક તૈયાર કરવાના નિયમો બનાવવામાં આવ્યા છે. આ નિયમ અનુસાર સ્વમુલ્યાંકનના આધારે 100 ગુણ મુજબ વિષયદીઠ પરિણામ તૈયાર કરવામાં આવશે.

- Advertisement -

ધો1 અને 2માં વિદ્યાર્થીઓના પરિણામપત્રકમાં વિદ્યાર્થીના નામની સામે વર્ગ બઢતી એમ લખવામાં આવશે.

નિયમના આધારે ધો.3થી8માં રચનાત્મક અને સ્વમુલ્યાંકનના આધારે સત્રવાર રચનાત્મક મુલ્યાંકન પત્રક Aમાં વિગતો દર્શાવવામાં આવશે. 100 ગુણ મુજબ જે વિષયદીઠ પરિણામ તૈયાર કરવામાં આવશે તેમાં 80 ગુણનું મુલ્યાંકન કરવામાં આવશે અને 20 ગુણ જે વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણમાં જોડાયા હોય તેના આધારે આપવામાં આવશે. તેમજ પત્રક B નહિ ભરવામાં આવે અને પત્રક Cમાં પ્રથમસત્ર અને દ્વિતીય સત્રના મળી 80 ગુણ પૈકી તેમજ 20 ગુણ વિદ્યાર્થીની સહભાગિતાના આધારે આપવાના રહેશે.

- Advertisement -

ધો.3થી7ના પ્રગતીપત્રકમાં માત્ર ગ્રેડ જ દર્શાવવામાં આવશે જયારે ધો.8ના પ્રગતીપત્રકમાં ગ્રેડ અને ગુણ એમ બન્ને દર્શાવવામાં આવશે. GCERT દ્વારા ધોરણદીઠ જાહેર કરવામાં આવેલ ટોટલ ગુણના માળખા મુજબ  ધો,3માં 300 ગુણ, ધો.4માં 420, ધો.5માં 500 અને ધો.6થી8માં કુલગુણ 700 રહેશે. આ રીતે તમામ નિયમોને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓના પરિણામપત્રક તૈયારકરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular