Friday, January 16, 2026
Homeરાજ્યગુજરાતઅગામી સપ્તાહે જાહેર થશે ધો.12નું પરિણામ

અગામી સપ્તાહે જાહેર થશે ધો.12નું પરિણામ

કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખીને રાજ્યના વિદ્યાર્થીઓને માસપ્રમોશન આપી દેવામાં આવ્યું છે. ત્યારે હવે અગામી સપ્તાહે ધો.12નું પરિણામ ઓનલાઈન જાહેર કરવામાં આવશે. આ પરિણામ શાળાઓ ઓનલાઇન મેળવી શકશે.

- Advertisement -

ધો.10ની જેમ ધો.12ના વિદ્યાર્થીઓનું પરિણામ પણ અગાઉના વર્ષના ધોરણોના ગુણભારને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે. ધો.12મા વિદ્યાર્થીએ પાસ થવા ધો.10,11 અને 12 એમ ત્રણેય વર્ષના મળીને સંયુક્ત રીતે વિષયદીઠ 33 ગુણ લાવવાના રહેશે. જેમાં 50 ટકા ગુણ ધો.10ના, 25 ટકા ગુણ ધો.11 અને 25 ટકા ગુણ ધો.12ની સામાયિક કસોટીના એ રીતે ધો.12નું પરિણામ સ્કુલ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

શાળાઓ દ્વારા તૈયાર કરાયેલ પરિણામ બોર્ડની વેબસાઇટ પર પણ અપલોડ કરવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, બોર્ડ દ્વારા હાલમાં તમામ ચકાસણી ચાલી રહી છે અને ધો.12નું ફાઇનલ પરિણામ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ત્યાર બાદ આગામી સપ્તાહમાં પરિણામ જાહેર થશે અને શાળાઓ પરિણામ જોઈ શકશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular