રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૧.૦૫.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૧૪૨૨.૮૮ સામે ૫૧૪૭૬.૨૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૧૧૭૯.૯૪ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૩૩.૨૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૧૪.૫૬ પોઈન્ટના ઉછાળા સાથે ૫૧૯૩૭.૪૪ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૪૬૩.૮૫ સામે ૧૫૪૫૮.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૪૧૦.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૮૯.૬૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૭.૨૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૫૭૧.૦૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ગત સપ્તાહના અંતે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા તેના વાર્ષિક રીપોર્ટમાં ભારતીય શેરબજારમાં વર્તમાન તેજી પરપોટા સમાન હોવાની અને આ પરપોટો ગમે તે ઘડીએ ફૂટી શકે છે અને બજારમાં બે-તરફી મોટી અફડાતફડી જોવાશે એવા સ્પષ્ટ નિવેદન કર્યા છતાં આજે સપ્તાહના પ્રથમ દિવસે ફંડોએ એનર્જી અને મેટલ શેરોની આગેવાનીમાં ઈન્ડેક્સ બેઝડ તેજી તરફી ચાલ ચાલુ રાખી હતી. દેશમાં ચાલુ વર્ષે ચોમાસું સામાન્ય નીવડવાના અંદાજોએ ફરી માંગ વધવાની અપેક્ષાએ ફંડો દ્વારા શેરોમાં સિલેક્ટ્વિ લેવાલીએ ભારતીય શેરબજાર રેકોર્ડ સપાટી નજીક ટ્રેડ થતું જોવા મળ્યું હતું અને નિફ્ટી ફ્યુચરે ૧૫૫૯૯ પોઈન્ટની નવી રેકોર્ડ ઉંચાઈ બનાવી હતી.
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો કોરોના મહામારી બાદ ભારતીય શેરબજારના અર્થતંત્રમાં ઝડપી રિકવરીનો અંદાજ મૂકીને આગામી ત્રિમાસિકમાં કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી સારી નીવડવાની અપેક્ષાએ સતત નવી ખરીદી કરીને નિફટી ફ્યુચરે ઐતિહાસિક નવી ટોચ બનાવી વિક્રમ સર્જયો હતો અને બીએસઇ સેન્સેક્સ વિક્રમી તેજી તરફની કૂચમાં આગળ ધપાવી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર આઈટી અને ઓટો શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૨૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૯૨ અને વધનારની સંખ્યા ૧૭૪૪ રહી હતી, ૧૯૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૮૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૬૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, કોવિડ મહામારી વચ્ચે પણ શેરબજારમાં જળવાઈ રહેલી તેજી એ એક આશ્ચર્યજનક બાબત એક તરફ અર્થતંત્રની વૃદ્ધિ ધીમી છે અને બજારમાં તેજી આગળ વધતી હોવાના કારણે રિઝર્વ બેંકે ચિંતા વ્યક્ત કરી હતી. રિઝર્વ બેંક દ્વારા ગત સપ્તાહના અંતે ભારતીય શેરબજારની તેજીનો પરપોટો ગમે ત્યારે ફૂટવાની ભીતિ વ્યક્ત કરી તેના બાદ નવી લેવાલીએ નિફ્ટી ફ્યુચરે નવા વિક્રમની રચના કરી છે પણ બજારની તેજીની ચાલ આડે અનેક અવરોધ ઉભા છે. ફંડોની આગેવાની હેઠળ નીકળેલ નવી લેવાલીએ આજે નિફ્ટી ફ્યુચર ઇન્ટ્રા ડે તેની અગાઉની ૧૫૫૨૩ પોઈન્ટની ઓલટાઇમ હાઇ સપાટી કુદાવીને ૧૫૫૯૯.૭૦ પોઈન્ટની નવી રેકોર્ડ ઉંચાઈ બનાવી હતી.
સેન્સેક્સની ઓલટાઇમ હાઇ સપાટીની વાત કરીએ તો તે ૫૫૫૧૬.૭૬ પોઈન્ટની છે. આ ઐતિહાસિક સપાટીથી સેન્સેક્સ હજુ ૫૦૦ પોઇન્ટ દૂર છે. જો કે મારા મત મુજબ આગામી સમયમાં સેન્સેક્સ ૫૩૦૦૦ને સ્પર્શે તેવી સંભાવના છે. જો કે, આ તેજીની ચાલ સામે અનેક અવરોધો ઉભા છે જેમાં સૌથી મોટો મુદ્દો સતત વધતા ફુગાવાનો છે. આ ઉપરાંત વેક્સિનેશન પ્રોગ્રામની ધીમી ગતિની પણ આગામી સમયમાં અસર જોવા મળે તેવી સંભાવના છે. વિવિધ કોમોડિટીના ભાવમાં એકધારી તેજીની અસરના કારણે માંગમાં ઘટાડો થવા સાથે ઉદ્યોગોને પણ અસર થશે. આ ઉપરાંત આર્થિક ગતિવિધિ રૂંધાતા બેન્કિંગ અને એનબીએફસીની નાણાંકીય તંદુરસ્તી ખરડાય તેવી સંભાવના છે. આમ, આ સંજોગોમાં રોકાણકારોએ સાવચેતીનું વલણ અપનાવવું જરૂરી પુરવાર થશે.
તા.૦૧.૦૬.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….
તા.૩૧.૦૫.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૫૫૭૧ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૫૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૧૫૭૦૭ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૫૪૭૪ પોઈન્ટ થી ૧૫૪૩૪ પોઈન્ટ ૧૫૪૦૪ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૫૬૭૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
તા.૩૧.૦૫.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૩૫૫૭૮ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૫૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૩૪૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૫૭૦૭ પોઈન્ટ થી ૩૫૮૩૮ પોઈન્ટ, ૩૫૯૦૯ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૫૯૦૯ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..
- પિરામલ એન્ટરપ્રાઇઝ ( ૧૮૧૯ ) :- ફાઇનાન્સિયલ સર્વિસ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૯૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૮૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૩૮ થી રૂ.૧૮૪૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૫૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
- એસ્કોર્ટસ લિમિટેડ ( ૧૧૭૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૧૬૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૧૪૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૧૯૪ થી રૂ.૧૨૦૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
- સિપ્લા લિમિટેડ ( ૯૫૦ ) :- રૂ.૯૩૩ નો પ્રથમ તેમજ રૂ.૯૧૯ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૭૩ થી રૂ.૯૮૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
- અમરરાજા બેટરી ( ૭૪૫ ) :- ઓટો પાર્ટ & એક્વિપમેન્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૫૭ થી રૂ.૭૭૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૨૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- સન ફાર્મા ( ૬૭૦ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૪૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૮૩ થી રૂ.૬૯૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- અદાણી એન્ટરપ્રાઇઝ ( ૧૩૨૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટ્રેડિંગ & ડિસ્ટ્રિબ્યુશન સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૩૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૩૦૩ થી રૂ.૧૨૯૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- વોલ્ટાસ લિમિટેડ ( ૧૦૧૩ ) :- રૂ.૧૦૩૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૪૪ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૯૯૭ થી રૂ.૯૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
- રામકો સિમેન્ટ ( ૯૭૩ ) :- સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૯૯૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૯૬૦ થી રૂ.૭૪૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
- બર્જર પેઈન્ટ ( ૮૧૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફર્નિચર, ફર્નીશિંગ, પેઇન્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૮૩૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૯૭ થી રૂ.૭૮૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૮૪૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ટાટા કેમિકલ ( ૬૯૯ ) :- ૭૧૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૭૩૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૬૮૬ થી રૂ.૬૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૪૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )