સીક્કા ગામથી સીક્કા પાટીયા તરફ જતા બિસ્માર રોડ અંગે લોકોની પડતી મુશ્કેલી માટે ‘ખબર ગુજરાત’ એ અવાજ ઉઠાવ્યો હોય સીક્કા ગામે આ અવાજના પડઘા પડયા છે. અને તંત્ર સફાળુ જાગ્યુ છે.
લોકોની સમસ્યાને હર હંમેશા વાચા આપતા એવા ‘ખબર ગુજરાત’માં પ્રસિધ્ધ થયેલા સમાચારમાં સિક્કા ગામથી સિક્કા પાટીયા તરફ જતો રોડ બિસ્માર હાલતમાં હોય તે રોડ અંગે ‘ખબર ગુજરાત’ એ અવાજ ઉઠાવ્યો હોય. જેના પડઘા રૂપે સિક્કા નગરપાલિકા ઉપપ્રમુખ શિવપુરી ગોસ્વામી, સભ્ય હેમતસિંહ જેઠવા, સામાજિક કાર્યકર અને પત્રકાર એવા સલીમભાઈ મુલ્લાની હાજરીમાં રીપેર કરી લોકોની મુશ્કેલીનું સમાધાન કર્યુ હતું.