કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે ફોરેસ્ટ વિસ્તારમાં ઓફિસ ધરાવતા ભાટીયા ગામના રહીશ રામ નાથાભાઈ ગઢવી નામના એક શખ્સની ઓફિસમાં વિદેશી દારૂ હોવા અંગેની માહિતી સ્થાનિક પોલીસને મળતા રાત્રિના સમયે કલ્યાણપુર પોલીસ દ્વારા આ સ્થળે ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. આ સ્થળેથી પોલીસે રૂા.14,000 ની કિંમતની 35 બોટલ વિદેશી દારૂ તથા રૂા. 9,000 ની કિંમતના બે નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂા.23,000 ના મુદ્દામાલ સાથે ભાટીયા ગામના ગઢવી રાણશી ઉર્ફે અભય ખેરાજ વરમલ (ઉ.વ. 23) અને આ જ ગામના રામ ભારૂ બઢા (ઉ.વ. 25) નામના બે ગઢવી યુવાનોને ઝડપી લીધા હતા.
આ પ્રકરણમાં પોલીસે ભાટીયાના રામ નાથા ગઢવી અને રાણપર ગામના વીરા ભાયા રબારીની સંડોવણી પણ જાહેર કરી, આ બંને શખ્સોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આ પ્રકરણ અંગે કલ્યાણપુર પોલીસ મથકમાં ઝડપાયેલા રાણશી ઉર્ફે અભય વરમલ અને રામ ભારૂ બઢા નામના બે શખ્સો સામે પ્રોહી. એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.