લાલપુર તાલુકાના ખિરસરા ગામે આવેલ મહાજનની વેચાણ થયેલ ખેતીની જમીનો અંગેની વેચાણ નોંધો તથા અપીલો પ્રાંત અધિકારી લાલપુરની કોર્ટ દ્વારા નામંજૂર થતાં કલેકટરની કોર્ટમાં રિવિઝન અરજીઓ કરવામાં આવી છે.
આ અંગેની વિગત મુજબ લાલપુર તાલુકાના ખીરસરા ગામે આવેલ રે.સ.નં. 249 પૈકી 1 વાળી ખેતીની જમીન શૈલેષભાઈ રણછોડભાઈ લાઠીયાએ કુસુમબેન કપુરચંદ શાહ પાસેથી વેંચાણ દસ્તાવેજથી ખરીદ કરી હતી અને તેની વેંચાણ અંગેની નોંધ ગામ નમુના નં. 6 માં દાખલ થતાં તેની વેંચાણ અંગેની નોંધ નંબર: 2133 135ડીની નોટીસ ઈ.ધરા ના.મામ. રૂબરૂ બજેલ છે. મુદતમાં કોઈ વાંધો મળેલ નથી. ગા.ન.નં. 6 હકપત્રકે નોંધ નં. 422, 423, 424 થી વેંચાણ નોંધ દાખલ થયેલ, જે વેંચાણ કરનારના ખાતે નથી મુજબના શેરા સાથે નામંજુર/રદ થયેલ જેની સામે અપીલ થયાનું રેકર્ડ પરથી જણાયેલ નથી. તેમજ પુર્તતા થયાનું પણ ફલીત થતુ નથી. તે જ નોંધો અપીલ/પુર્તતા થતા સિવાય હકપત્રકે નોંધ નં. 436, 437, 438થી દાખલ થયેલ સબબ-નામંજુર-તેવો શેરો કરી સર્કલ ઓફીસર પડાણા દ્વારા વેંચાણ અંગેની નોંધ નામંજુર કરવામાં આવી હતી અને ખીરસરા ગામના રે.સ.નં. 250 વાળી ખેતીની જમીન શૈલેષભાઈ રણછોડભાઈ લાઠીયાએ જેઠાલાલ પરબત પાસેથી વેંચાણ દસ્તાવેજથી ખરીદ કરી હતી. તેની વેંચાણ અંગેની નોંધ નંબર: 2134 135ડીની નોટીસ ઈ.ધરા ના.મામ. રૂબરૂ બજેલ છે. મુદતમાં કોઈ વાંધો મળેલ નથી. ગા.ન.નં. 6 હક પત્રકે નોંધ નં. 422, 423, 424 થી વેંચાણ કરનારના ખાતે નથી. મુજબના શેરા સાથે નામંજુર/રદ થયેલ. જેની સામે અપીલ થયાનું રેકર્ડ પરથી જણાયેલ નથી. તેમજ પુર્તતા થયાનું પણ ફલીત થતુ નથી. તે જ નોંધો અપીલ/પુર્તતા થતા સિવાય હકપત્રકે નોંધ નં. 436, 437, 438 થી દાખલ થયેલ સબબ – નામંજુર- તેવો શેરો કરી સર્કલ ઓફીસર પડાણા દ્વારા વેંચાણ અંગેની નોંધ નામંજુર કરવામાં આવી હતી.
આ ઉપરોકત બંને નોંધો નામંજુર થતાં જમીનો ખરીદનાર શૈલેષભાઈ રણછોડભાઈ લાઠીયા દ્વારા પ્રાંત અધિકારી લાલપુરની કોર્ટમાં અપીલો કરી હતી અને તે બંને અપીલો પ્રાંત અધિકારી લાલપુરની કોર્ટ દ્વારા નામંજુર કરવામાં આવતાં અને તેની જાણ શૈલેષભાઈ રણછોડભાઈ લાઠીયાને થતાં હિરેન એમ. ગુઢકાએ કેસ પેપર્સનો અભ્યાસ કર્યા બાદ કલેકટર જામનગરની કોર્ટમાં રીવીઝન અરજી દાખલ કરવાનું જણાવતાં શૈલેષભાઈ રણછોડભાઈ લાઠીયા દ્વારા વડીલ હિરેન એમ. ગુઢકાને વકીલ તરીકે નિયુક્ત કરી કલેક્ટર જામનગરની કોર્ટમાં પ્રાંત અધિકારીની કોર્ટ સમક્ષની બંનેના કામે થયેલ હુકમોની સામે રીવીઝન અરજીઓ દાખલ કરવામાં આવેલ છે. આ કેસમાં અરજદાર તરફે જામનગરના જાણીતા વકીલ હેમલ એચ. ચોટાઈ, વી. એચ. બક્ષી (એડવોકેટ) તથા યુવા એડવોકેટ હિરેન એમ. ગુઢકા રોકાયા છે.