જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા શહેરમાં બાકી મિલકતવેરા વસુલાત ઝુંબેશ ચલાવાઇ રહી છે. જે અંતર્ગત શહેરના જુદા જુદા વોર્ડમાં વેરા વસુલાતની કામગીરી હાથ ધરાઇ હતી. જેમાં કુલ આઠ આસામીઓ પાસેથી 6,45,991ની વસુલાત કરવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડીની સૂચના હેઠળ મિલકતવેરા શાખા દ્વારા બાકી મિલકતવેરા વસુલાત ઝુંબેશ ચલાવાઇ રહી છે. જેના ભાગરુપે વોર્ડ નં. 3માં એક આસામી પાસેથી રૂા. 57916, વોર્ડ નં. 4માં બે આસામીઓ પાસેથી રૂા. 1,79,900, વોર્ડ નં. 5માં એક આસામી પાસેથી રૂા. 2,91,966, વોર્ડ નં. 13માં બે આસામીઓ પાસેથી રૂા. 57,889 અને વોર્ડ નં. 15માં બે આસામીઓ પાસેથી રૂા. 58,320 સહિત કુલ આઠ આસામીઓ પાસેથી કુલ રૂા. 6,45,991ની વસુલાત કરવામાં આવી હતી. આગામી દિવસોમાં પણ જામ્યુકો દ્વારા સઘન ઝુંબેશ યથાવત્ રાખવામાં આવશે.