જામનગરની જાણીતી દિગ્જામ મિલના સંચાલકો દ્વારા ઉત્પાદન પ્લાન્ટ જામનગરથી ખસેડી ઝગડીયા (ભરૂચ) ખાતે સ્થાપવા કંપનીના કર્મચારીઓ દ્વારા કામદારોને નોટીસ મારફત સૂચના આપવામાં આવી છે. આ અંગે ‘ખબર ગુજરાત’ દ્વારા મેનેજમેન્ટનો સંપર્ક કરતા કંપનીના અજયકુમાર અગ્રવાલે કંપનીના સ્થળાંતરની વાતને સમર્થન આપ્યું હતું.
જામનગરની દિગ્જામ મિલના મેનેજમેન્ટ દ્વારા કંપનીની ઉત્પાદકતા, વ્યવસ્થાપન અને વહિવટને વધુ સારી રીતે ચલાવવા કંપનીની બધી જ પ્રવૃતિઓ અને પ્રક્રિયાઓનું સંચાલન જામનગરથી ભરૂચ જિલ્લાના ઝગડીયા આતે સિફટ કરવાનું જાહેર કરાયું છે. મેનેજમેન્ટ દ્વારા નોટીસ લગાવીને આ અંગે કર્મચારીઓ તથા કામદારોને સુચના આપી છે. દિગ્જામ મિલ લાંબા સમય સુધી બંધ રહ્યા બાદ ફરીથી ચાલુ થઇ હતી. ત્યારબાદ હવે ફરી તેનું સંચાલન ભરૂચ સિફટ કરવામાં આવી રહ્યું છે ત્યારે હાલ કંપનીમાં કામ કરી રહેલાં કર્મચારીઓને પણ ભરૂચમાં રોજગારી આપવામાં આવશે. તેમ અજયકુમાર અગ્રવાલે જણાવ્યું હતું.
કંપની દ્વારા નોટીસ તા. 28 એપ્રિલ ના રોજ લગાડવામાં આવી હતી. જેના સંદર્ભમાં કર્મચારીઓ તથા કામદારોને સુચના અપાઇ હતી.