Thursday, January 9, 2025
Homeરાજ્યગુજરાતરાજ્યમાં નવી 21 GIDC શરૂ કરવાની પ્રક્રિયાને આખરી ઓપ

રાજ્યમાં નવી 21 GIDC શરૂ કરવાની પ્રક્રિયાને આખરી ઓપ

સ્થાનિક રોજગારી અને ઉદ્યોગોને મળશે પ્રોત્સાહન : નવી જંત્રીના અમલ પહેલાં જમીન સંપાદનનું કામ પૂરૂં કરી લેવા તાકિદ

- Advertisement -

ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસને વધુ ધમધમતો કરવા માટે ઉદ્યોગ વિભાગ દ્વારા આગામી સમયમાં રાજ્યમાં નવી 21 જીઆઇડીસીનો પ્રારંભ કરવામાં આવશે. ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના કહેવા મુજબ નવી જીઆઇડીસીની સ્થાપનામાં જે તે જિલ્લાના એવા સ્થળ પસંદ કરવામાં આવ્યા છે. જેના કારણે રાજ્યના સમતોલ વિકાસને પ્રાધાન્ય મળી રહે. તે સાથે નવા વિસ્તારોમાં જીઆઇડીસી શરૂ થવાના કારણે સ્થાનિક ઉદ્યોગોને નજીકમાં જ અદ્યતન સુવિધા સાથેની વસાહત મળશે તેના કારણે સ્થાનિક રોજગારીમાં પણ વધારો થશે.

- Advertisement -

ઉદ્યોગ વિભાગ દ્વારા લાંબા સમયથી નવી ઔદ્યોગિક વસાહતો શરૂ કરવાની પ્રક્રિયા ચાલતી હતી તેને આખરી ઓપ આપી દેવાયો છે. નવી જંત્રીના દર લાગુ પડે તે પૂર્વે 21 પૈકી જે જીઆઇડીસીમાં જમીન સંપાદન કરવાની બાકી છે. તેમાં ઝડપથી સરકારી પડતર જમીન ઉદ્યોગ વિભાગ દ્વારા ચલણ ભરીને જંત્રીના ભાવે ખરીદવામાં આવશે. તે પછ તેમાં રોડ-ર્તા, વીજળી, ડેનેજની સુવિધા અને પ્લોટિંગ સાથે માળખું તૈયાર કરીને જે તે ઉદ્યોગકારોને પ્લગ એન્ડ પ્લે તરીકે ઓફર કરાશે. ઉદ્યોગકારોને આ પ્લોટ વિકસિત વિસ્તાર હોય તો જંત્રીના ભાવના 50 ટકા, મધ્યમ વિકસિત હોય તો જંત્રીના ભાવના 25 ટકા અને અલ્પવિકસિત હોય તો જંત્રીના દર પ્રમાણે જ ઓફર કરવાની પ્રક્રિયા અંગે ટૂંક સમયમાં આખરી નિર્ણય લેવાશે.

ઉદ્યોગ વિભાગ દ્વારા નવી વસાહતો જાહેર કરાઈ છે તેના સર્વે નંબર પ્રમાણે સ્થળ નક્કી કરાયું છે પરંતુ તે તાલુકા અને જિલ્લામાંથી મહત્તમ કનેક્ટિવિટી ધરાવતું હોય તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. ઉદ્યોગ મંત્રી રાજપૂતના કહેવા મુજબ સરકારની પ્રોત્સાહન નીતિના કારણે સ્થાનિક સ્તરે નવા ઉદ્યોગોને વિકસવાની તક મળી રહી છે. વિવિધ જિલ્લાના કેટલાક નવા તાલુકાનો પણ સમાવેશ કરાયો છે જ્યાં નવી વસાહતની સ્થાપના કરવામાં આવશે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular