ભાવનગરના વેળાવદર ખાતે આવેલા રાષ્ટ્રીય કાળિયાર અભ્યારણમાં વિહરતા કાળિયારનો વિડિઓ વાયરલ થયો છે. જેમાં 3000 જેટલા કાળીયાર રસ્તો ઓળંગી રહ્યા છે. અનેક લોકોએ આ વિડીયો શેર કર્યો છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ગઈકાલે પોતાના ટ્વીટરમાં વિડીયો શેર કરીને લખ્યું છે, Excellent
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ટ્વિટર પર સતત વધતી જઈ રહી છે. સોશિયલ મીડિયા પર ફોલો કરાનારા ભારતીય નેતાઓની લિસ્ટમાં તેઓ સૌથી ઉપર છે. તેમના ટ્વિટર હેન્ડલ પર ફોલોઅર્સની સંખ્યા 7 કરોડથી વધુ છે. અને તેઓએ કાળીયારનો જે વિડીઓ શેર કર્યો છે તેમાં હજારો લાઈક કમેન્ટ્સ આવી રહી છે.