Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયવસ્તુઓના ભાવ ન વધાયા, પણ જથ્થો ઘટાડયો

વસ્તુઓના ભાવ ન વધાયા, પણ જથ્થો ઘટાડયો

કંપનીઓએ જુની ટ્રિક અપનાવી, આડકતરો ભાવ વધારો કર્યો

- Advertisement -

દેશમાં હવે ખાદ્ય ઉત્પાદક કંપનીઓ તેના ગ્રાહક પર ભાવવધારાનો છુપો માર મારવામાં માહિર બની ગઈ છે. બિસ્કીટ-નમકીન, કોફી, ચા પતી, દૂધ સહિતની ખાવાપીવાની ચીજોના ભાવમાં એક તરફ વધારો થયો છે તો અનેક કંપનીઓ હવે ભાવવધારાને ટાળવા માટે તેના પેકીંગ નાના કરી જેના કારણે લોકો આડકતરી રીતે પણ ઉંચા ભાવ ચૂકવે છે.
મોટાભાગની કંપનીઓ તેના પેકીંગ કદ અને વજન ઘટાડી રહી છે જેમાં બિસ્કીટ, ચોકલેટથી ટોમેટો સોસ તમામનો સમાવેશ થાય છે. રૂા.5માં મળતું બિસ્કીટ એક અગાઉ 80 ગ્રામ વજનનું આવતું હતું તે હવે 52 ગ્રામ વજનનું થયું છે. ચા પતી જે 250 ગ્રામના રૂા.50 સરેરાશ હતા તે હવે 200 ગ્રામના રૂા.60 વસુલાય છે. આ તમામ ઉત્પાદનનો સામાન્ય વપરાશના અને રોજબરોજના છે જેથી ગ્રાહકનું ખીસ્સું રોજ કપાઈ રહ્યું છે. હાથ ધોવા માટે હવે હેન્ડવોશનો વ્યાપક ઉપયોગ થવા લાગ્યો છે અને તેના પાઉચ અગાઉ 750 એમએલના રૂા.99 હતા તે હવે 625 એમએલના થયા છે અને ભાવ યથાવત જ રહ્યા છે. દૂધનો પાવડર જે અગાઉ 500 ગ્રામ રૂા.350માં મળતો હતો તે હવે 400 ગ્રામ થયો છે પણ ભાવ યથાવત છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular