Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયદેશના હાલના 29 મુખ્યમંત્રીઓ કરોડપતિ

દેશના હાલના 29 મુખ્યમંત્રીઓ કરોડપતિ

- Advertisement -

એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ દ્વારા ચૂંટણી સોગંદનામાઓનું વિશ્લેષણ કરાયું હતું. જેમાં માહિતી મળી કે દેશમાં 29 વર્તમાન મુખ્યમંત્રીઓ કરોડપતિ છે. તેમાંથી આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીની સંપત્તિ સૌથી વધુ 510 કરોડ રૂપિયા છે. એડીઆરના રિપોર્ટ અનુસાર પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની સંપત્તિ સૌથી ઓછી 15 લાખ રૂપિયા છે. જો કે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન અને હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર પાસે 1 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. એડીઆર અને ઈલેક્શન વોચ અનુસાર આ રિપોર્ટમાં 30 રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓના ચૂંટણી સોગંદનામાનું વિશ્ર્લેષણ કરાયું છે. તેમાં 28 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશો દિલ્હી તથા પુડ્ડુચેરીના મુખ્યમંત્રી સામેલ છે. તેમાં જે 30 મુખ્યમંત્રીઓના ચૂંટણી સોંગદનામાનું વિશ્ર્લેષણ કરાયું હતું તેમાં 29 (97 ટકા) કરોડપતિ છે અને તેમની સરેરાશ સંપત્તિ 33.96 કરોડ રૂ. છે. એડીઆરના અહેવાલ અનુસાર તેમનામાંથી 13એ સોગંદનામામાં ગંભીર ગુનાહિત કેસ હોવાની માહિતી આપી છે. તેમાં હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ વગેરે પણ સામેલ છે.

- Advertisement -

આ મુખ્યમંત્રીઓમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીની સંપત્તિ 510 કરોડ રૂ. જણાવાઈ છે. જ્યારે અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રીની સંપત્તિ 163 કરોડ રૂ. અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકની સંપત્તિ 63 કરોડ રૂ. જણાવાઈ છે. જ્યારે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને દિલ્હીના સીએમ કેજરીવાલની સંપત્તિ 3 કરોડ રૂ.થી વધુ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular