દત્તાણી કુટુંબના કુળદેવી રૂડીલાખી રૂપા માતાજીના 525માં પ્રાગટય ઉત્સવ નિમિત્તે તા. 11ના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. 11ના રોજ માતાજીનો હવન યોજાશે. બપોરે 1:15 વાગ્યે હવનનું બીડુ હોમાશે. તેમજ સમગ્ર દત્તાણી કુટુંબના મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે. આ ઉપરાંત તા. 10ના રોજ રાત્રે 9:30 વાગ્યે ગાયત્રી ગરબા મંડળ, ખંભાળિયા સંઘ માતાજીના મંદિરના હવનમાં રાસ-ગરબા યોજાશે. તા. 10 અને 11ના બન્ને દિવસે સાંજે આરતી તથા દિપમાળા દર્શન યોજાશે. બહારગામથી પધારેલા તમામ કુટુંબીજનો માટે તા. 10ના રોજ બપોરે તથા રાત્રે પ્રસાદીની વ્યવસ્થા રાખવામાં આવી છે. હવન તથા ગરબા રૂડીલાખી માતાજી મંદિર ખંભાળિયા ખાતે તથા પ્રસાદી ખંભાળિયાના ગાર્ડીતપાડો ખાતે આવેલ જુની લોહાણા મહાજન વાડી ખાતે યોજાશે. હવનના મુખ્ય યજમાનપદે કરશનદાસ વેલજી દતાણી પરિવાર ખંભાળિયાવાળા ચિરાગ નવીનભાઇ દત્તાણી રહેશે. વધુ વિગત માટે ચિરાગ નવીનભાઇ દત્તાણી મો. 85305 33333, દિપકભાઇ દત્તાણી મો. 92288 88584 તથા કુસુમબેન વિજયભાઇ દત્તાણી મો. 94299 76780નો સંપર્ક કરવા તથા સર્વે દત્તાણી કુટુંબને આ ધાર્મિક કાર્યક્રમમાં લાભ લેવા અનુરોધ કરાયો છે.