જામનગર શહેરમાં વિનાયક પાર્ક પાછળ નદીના કાંઠે આવેલા વંડામાંથી મળેલી બાતમીના આધારે એલસીબીની ટીમે 414 બોટલ ઈંગ્લીશ દારૂ કબ્જે કરી શખ્સની શોધખોળ આરંભી હતી.
દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં વિનાયક પાર્ક પાસે મધુવન સોસાયટીમાં નદીના કાંઠે આવેલા વંડામાં ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાની એલસીબીના સંજયસિંહ વાળા, હિતેન્દ્રસિંહ જાડેજા, દિલીપ તલાવડિયા, કાસમ બ્લોચને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ આર.કે. કરમટા, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન જીગર ઉર્ફે રવિખુશ મનસુખ ભાનુશાળીના વંડામાંથી રૂા.1,02,600ની કિંમતની 414 નંગ નાની મોટી ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવતા પોલીસે જીગરની શોધખોળ આરંભી હતી.