Sunday, December 7, 2025
Homeસમાચારરાષ્ટ્રીયPM-CM આવાસ યોજનાની ગાઈડલાઈનમાં હવે સુધારો આવશે

PM-CM આવાસ યોજનાની ગાઈડલાઈનમાં હવે સુધારો આવશે

પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજનાના નીતિ-નિયમો અને ધારાધોરણો બદલાઈ રહ્યા છે. હાલ જે ગાઈડલાઈન છે તેમાં ફોર્મ સાથે ડીપોઝીટની રકમ ભરી મકાન મેળવનાર લાભાર્થી હપ્તાની રકમ ભરવામાં નિષ્ફળ જાય તો ડીપોઝીટની રકમ જપ્ત કરી હપ્તાની રકમ 50% કાપી લઇ અડધી રકમ પરત કરવામાં આવી રહી છે.

- Advertisement -

હવેથી આ નિયમોમાં સુધારો કરવાની વિચારણા ચલી રહી છે અને હવેથી આવાસ રદ કરવા માગતા પરિવારોને હપ્તાની તમામ રકમ પૂરેપૂરી પરત કરવામાં આવશે જેમાં આવાસ પર બેંક લોન ન મળવી, નબળી આર્થિક પરિસ્થિતિ કે ગંભીર બીમારી  અંગે મેડીકલ રીપોર્ટ રજુ કરી આવાસ સરેન્ડર કરવા માંગતા પરિવારોની ડીપોઝીટ જમાં લઇ રકમ પુરેપુરી રકમ પરત કરવામાં આવશે.

સ્થાયી સમિતિના એજન્ડા ઉપર રજુ થયેલી દરખાસ્તમાં ડ્રો થયા પછી અરજદાર દ્રારા રીફંડની માંગ કરવામાં આવશે તો અત્યાર સુધી એવી ગાઈડલાઈન્સ છે કે ડીપોઝીટની રકમ પૂરેપૂરી જપ્ત કરી ભરપાઈ કરેલા હપ્તાની રકમમાંથી  50% રકમ પરત આપવામાં આવી રહી છે. પરંતુ હવેથી આ રકમ પૂરેપૂરી પરત કરવામાં સમિતિની મંજુરી માંગવામાં આવી રહી છે. તેમજ આવાસનું બાંધકામ પૂર્ણ થયા બાદ લાભાર્થીએ મહત્તમ ચાર માસની સમયમર્યાદામાં દસ્તાવેજ કરાવી લેવાનો રહેશે. અને ચાર માસની અંદર દસ્તાવેજ કરાવી આવાસ નહી મેળવનાર લાભાર્થીઓના આવાસ રદ કરવામાં આવશે.અને અરજદારની અને અરજદારની ડીપોઝીટ જપ્ત કરી બાકીની રકમ વગર વ્યાજે પરત કરવામાં આવશે.  

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular