Saturday, January 10, 2026
Homeસમાચારરાષ્ટ્રીયદેશમાં રોજગારીનું ચિત્ર ગંભીર બનતું જાય છે !

દેશમાં રોજગારીનું ચિત્ર ગંભીર બનતું જાય છે !

સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીના અધતન આંકડાઓ અનુસાર દેશમાં એક જ મહિનામાં 15 લાખ લોકો બેરોજગાર બન્યા હતા. આ અહેવાલ મુજબ જુલાઈ 2021ની તુલનાએ આંગસ્ટ મહિનામાં 15 લાખની આસપાસ રોજગારીની તકો ઘટી ગઈ હતી અને બેરોેજગારી દર જુલાઈના 6.96 ટકાથી વધીને ઓગસ્ટમાં 8.32 ટકા થયો હતો.

સીએમઆઈઈ ઈન્સ્ટિટ્યુશનલ વડા પ્રભાકરસિંહે એક સમાચાર ચેનલને જણાવ્યું હતું કે બેરોજગારી દરમાં વધારાનુ મુખ્ય કારણ પાર્ટિસિપેશન રેટમાં વધારો છે. સિંહ અનુસાર જુલાઈથી ઓગસ્ટ વચ્ચે એક મહિનામાં આશરે 40 લાખ વધુ લોકો નોકરીની શોધમાં આવ્યાહતા.કોવિડ-19 મહામારીના નિયંત્રણમાં આવ્યા બાદ લોકો શહેરોમાં કામની શોધમાં આવ્યા છે. સીએમઆઈઈના આંકડાઓ અનુસાર શહેરી બેરોજગારી જે જુલાઈમાં 8.3 ટકા હતી તે ઓગસ્ટમાં વધીને 9.7 ટકા થઈ હતી. દેશમાં કોવિડ-19ની બીજી લહેર આવ્યાના ઠીક પહેલા માર્ચમાં શહેરી બેરોજગારીનો દર 7.27 ટકા હતી.

રાહુલ ગાધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર પર ફરી એકવાર નિશાન સાધતાં કહ્યું હતું કે મોદી સરકાર રોજગારી માટે હાનિકારક છે. જુલાઈ મહિનાની સરખામણીમાં ઓગસ્ટમાં 15 લાખ રોજગાર ઓછાં થયાં છે. સોશિયલ મીડિયા પર લોકોનો અવાજ દબાવવાનો આરોપ પણ તેમણે સરકાર પર કર્યો હતો.

રાહુલ ગાંધીએ ટ્વિટર પર જણાવ્યું હતું કે મોદી સરકાર માત્ર તેમના મિત્રોને લાભ થાય એવા જ વેપારને પ્રોત્સાહન આપે છે. એમના મિત્રો સાથે સંબંધિત ન હોય એવા કોઈપણ પ્રકારના વ્વવસાય અથવા રોજગારને સમર્થન આપતી નથી, ઊલટાનું જેમની પાસે નોકરી છે તેમની નોકરી છીનવી લેવાનો પ્રયત્ન કરી રહી છે. દેશના લોકો પાસેથી આત્મનિર્ભરતાના ઢોંગની અપેક્ષા છે, એવું તેમણે ટ્વિટર પણ જણાવ્યું હતુ અને છેલ્લે ઉમેર્યું હતું, દેશહિતમાં જારી.

પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ અને ખેડૂતોના મુદે કોંગ્રેસ મોદી સરકારની આલોચના કરતી રહી છે. આ માટે જે વ્યક્તિ જવાબદાર છે એને સવાલ પૂછો, એવું તેમણે ટ્વિટર પર કહ્યું હતું. રાહુલ ગાંધીએ શુક્વારે તેમના દિવંગત પિતા અને પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી લોકોને કેવી રીતે મળતા હતા એનો એક વીડિયો રીલીઝ કર્યો હતો અને સોશિયલ મીડિયાના વર્તમાન યુગમાં વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર પર લોકોના અવાજને દબાવવામાં આવીરહ્યો હોવાનો આરોપ કર્યા હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular