કાલાવડ તાલુકા પંચાયતની 18 બેઠકોની મતગણતરી ચાલી રહી છે. જે પૈકી સવારના 9 થી 12 વાગ્યા સુધીમાં 5 બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થયું છે. જેમાં એક બેઠક પર આમ આદમી પાર્ટી, બે બેઠક પર કોંગ્રેસ અને બે બેઠક પર ભાજપનો વિજય થયો છે.
કાલાવડ તાલુકા પંચાયતની 18 બેઠકો પૈકી બેરાજા સીટ પરથી આમ આદમીના ઉમેદવારનો વિજય થયો છે. જયારે જશાપર બેઠક પરથી કોંગ્રસના ઉમેદવાર દેવદાન જારીયાનો વિજય થયો છે. ખંઢેરા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પ્રવીણભાઈ ગઢિયાનો વિજય થયો છે. જ્યારે કાલમેઘડા બેઠક પરથી ભાજપના નરવિજયસિંહ ઇન્દ્રસિંહ જાડેજા, ખરેડી બેઠક પરથી ભાજપના ઉમેદવાર અશ્વિનભાઈ રત્નાભાઈ શિંગાળાનો વિજય થયો છે. હજુ 13 બેઠકોની મતગણતરી ચાલી રહી છે.