જામનગર શહેરમાંથી બાળકીનું અપહરણ કરનાર શખ્સની મળેલી બાતમીના આધારે સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેલ્વે સ્ટેશન પાસેથી શખ્સ પાસેથી બાળકી મુકત કરાવી શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં રહેતી બાળકીનું અપહરણ થયાની ઘટનામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન સિટી બી ડીવીઝનના પો.કો. ધર્મેન્દ્રસિંહ જાડેજા, કલ્પેશ અઘારા, હેકો ક્રિપાલસિંહ સોઢાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી ડીવાયએસપી જે.એન.ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઇ કે.જે.ભોયે તથા પીએસઆઈ ડી.એસ.વાઢેર, એએસઆઈ હિતેશભાઈ ચાવડા, હેકો રાજેશભાઈ વેગડ, ક્રિપાલસિંહ સોઢા, મુકેશસિંહ રાણા, પો.કો. ધર્મેન્દ્રસિંહ જાડેજા, વનરાજભાઈ ખવડ, સંજયભાઈ પરમાર, યુવરાજસિંહ જાડેજા, પ્રદિપસિંહ રાણા, વિપુલભાઈ ગઢવી, કલ્પેશ અઘારા અને રેહાનાબેન નોયડા સહિતના સ્ટાફે રેલવે સ્ટેશન પાસેથી ભગીરથસિંહ ઉર્ફે ઉકલો દરબાર દિલીપસિંહ ઝાલા (રહે. ધુંવાવ હાઉસીંગ બોર્ડ) નામના શખ્સ પાસેથી અપહરણ કરેલી બાળકીને મુકત કરાવી શખ્સની ધરપકડ કરી વધુ પૂછપરછ આરંભી હતી.