દિલ્હી નજીક આવેલી સિંધુ બોર્ડર ઉપર દેશભરમાંથી ઉતરી આવેલા ખેડૂતોની યોજાયેલા બે દિવસીય સંમેલનના પ્રથમ દિવસે ખેડૂતો નેતાઓએ ત્રણ કૃષિ કાયદા વિરૂદ્ધ ચાલી રહેલા તેમના આંદોલનને હવે દેશવ્યાપી બનાવવાની ગર્જના કરી હતી. દિલ્હીની જુદી જુદી બોર્ડર ઉપર કૃષિ કાયદાઓનો વિરોધ કરવા ખેડૂતોના આંદોલનને નવ મહિનાનો સમયગાળો પૂરો થયા આવ્યો છે એવા સમયે બોલાવાયેલી ખેડૂતોના બે દિવસીય સંમેલનનું ઉદઘાટન રાષ્ટ્રિય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે કર્યું હતું.
ઘણી જ કમનસીબ વાત કહેવાય કે નવ મહિના બાદ પણ કેન્દ્ર સરકાર વાટાઘાટો માટે તૈયાર નથી. જો કે સરકારના આ વલણથી અમારો જુસ્સો સહેજપણ ઓછો થશે નહીં. આ બે દિવસીય મહાસભામાં અમે છેલ્લા નવ મહિનામાં શું પ્રાપ્ત કર્યું અને શું ગુમાવ્યું તેની સમીક્ષા કરીશું એમ ટિકૈતે પત્રકારોને કહ્યું હતું. આ સંમેલનમાં 22 રાજ્યોના ખેડૂતોના અને કૃષિ કામદારોના યુનિયન અને સંગઠનના પ્રતિનિધિઓ, 18 જેટલા કામદાર યુનિયનો, 9 મહિલાઓના સંગઠનોને 17 વિદ્યાર્થીઓના સંગઠનના પ્રતિનિધિઓ ભાગ લેવા આવી પહોચશે.
સંયુક્ત કિસાન મોરચા દ્વારા બહાર પાડવામાં આવેલા એક સંયુક્ત નિવેદનમાં કહેવા મુજબ આ સંમેલનના પ્રથમ દિવસે ત્રણ સેશન રાખવામાં આવ્યા હતા જે પૈકી પ્રથમ સેશન ત્રણ કૃષિ કાયદા અંગેનું હતું, બીજા સેશનમાં ઉદ્યોગોમાં કામ કરતાં કામદારોના પ્રશ્નો સંબંધી હતુ અને ત્રીજુ સેશન કૃષિના ક્ષેત્રમાં કામ કરતાં મજૂરો અને કામદારોના પ્રશ્ન સંબંધી હતું. આ ત્રણે ત્રણ સેશનમાં પ્રવક્તાઓ ખેડૂતો આંદોલનને દેશવ્યાપી બનાવવા ઉપર વિશેષ ભાર મૂક્યો હતો. તે ઉપરાંત આ આંદોલનમાં દેશભરના ખેડૂતોને, ઔદ્યોગિક ક્ષેત્રના કામદારોને, કૃષિ ક્ષેત્રમાં કામ કરતા મજૂરો અને કામદારોને, આદિવાસીઓને અને સામાન્ય નાગરિકોને સમાવી લેવા બાબતે પણ નેતાઓએ ભાર મૂક્યો હતો.
આ સંમેલનની આયોજક સમિતિના કન્વિનર આશિષ મિત્તલે ખેડૂત નેતાઓ ્ને સંમેલનમા ઉપસ્થિત રહેલા ડેલિગેટ્સ સમક્ષ આંદોલનની બવિષ્યની રૂપરેખા અને તમામ ક્ષેત્રના કામદારોના પ્રશ્નો અને માંગણીને સમાવી લેતો આખો એક મુસદ્દો રજૂ કર્યો હતો.