Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયઓકિસજન મુદ્દે ગત્ ફેબ્રુઆરીમાં સંસદીય સમિતિએ આ કહેલું: વાંચો

ઓકિસજન મુદ્દે ગત્ ફેબ્રુઆરીમાં સંસદીય સમિતિએ આ કહેલું: વાંચો

- Advertisement -

દેશમાં દિલ્હી સહિત અનેક શહેરોની કોવિડ હોસ્પિટલોમાં મેડિકલ ઓક્સિજનની તીવ્ર અછત સર્જાઈ છે. કોંગ્રેસનાં વડપણ હેઠળની સંસદીય સમિતિએ સરકારને ફેબ્રુઆરીમાં જ ઓક્સિજનની અછત દૂર કરવા પગલાં લેવા માટે એલર્ટ કરી હતી. કોંગ્રેસનાં પ્રવક્તા અજય માકને આ માહિતી આપતા કહ્યું હતું કે કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકાર પોતાની નિષ્ફળતા છૂપાવવા માટે એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે અને લોકોનું ધ્યાન બીજે દોરી રહ્યા છે. સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનનો પૂરતો પૂરવઠો જાળવી રાખવાની ભલામણ કરતો રિપોર્ટ ફેબ્રુઆરીમાં જ સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો. બજેટ સત્ર દરમિયાન સંસદીય સમિતિ દ્વારા ‘આઉટ બ્રેક ઓફ કોવિડ પેન્ડેમિક એન્ડ ઈટ્સ મેનેજમેન્ટ’ નામનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. સરકારને ઓક્સિજન સિલિન્ડરની કિંમત ઘટાડવા પણ ભલામણ કરાઈ હતી. સરકારે શરૂઆતન આ ચેતવણી કાને ધરી હોત તો આવી ગંભીર સ્થિતિ ન સર્જાઈ હોત.

- Advertisement -

અજય માકને વધુમાં જણાવ્યું કે, સંસદિય સમિતી દ્વારા 190 પાનાનો અહેવાલ આપવામાં આવ્યો હતો. તેમાં દરેક મુદ્દાની યોગ્ય છણાવટ કરવામાં આવી હતી. તેમાં 40 વખત ઓક્સિજનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સમિતિ દ્વારા સરકારને ભારપૂર્વક જણાવવામાં આવ્યું હતું કે,હોસ્પિટલોમાં ઓક્સિજન બેડ, આઈસીયુ, વેન્ટિલેટર્સ વગેરેની સંખ્યામાં મોટાપાયે વધારો કરવામાં આવે તે જરૂરી છે. સમિતિ દ્વારા આપવામાં આવેલી તમામ ચેતવણીઓને અવગણવામાં આવી હતી. આ મહામારી જે વકરી છે તેની પાછળ કુદરતી કારણો કરતા સરકારી બેજવાબદારી વધારે કારણભૂત છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular