Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયદિવ્યાંગ અને વડિલોને ઘર પાસે જ આપવામાં આવશે વેક્સિન

દિવ્યાંગ અને વડિલોને ઘર પાસે જ આપવામાં આવશે વેક્સિન

- Advertisement -

કેન્દ્ર સરકારે વડીલો અને દિવ્યાંગ નાગરિકો માટે કોરોના વેક્સિનેશન સરળ બનાવવા 60 વર્ષથી વધારે ઉંમરના નાગરિકો અને દિવ્યાંગો માટે નિયર ટુ હોમ કોવિડ વેક્સિન સેન્ટર અંગે દિશા-નિર્દેશ જાહેર કર્યા છે. કોરોના માટે વેક્સિન પ્રશાસન પર રાષ્ટ્રીય નિષ્ણાત જૂથ એ વડીલો અને દિવ્યાંગ નાગરિકો માટે નિયર હોમ કોવિડ વેક્સિનેશન કેન્દ્રના દિશા-નિર્દેશો મુદ્દે કેન્દ્રીય મંત્રાલયની એક તકનીકી નિષ્ણાત સમિતિના પ્રસ્તાવની ભલામણ કરી છે. NHCVC એક સમુદાય આધારીત, લચીલા અને જન-કેન્દ્રિત દૃષ્ટિકોણનું પાલન કરશે જેથી કોરોના વેક્સિનેશન કેન્દ્રોને ઘરની નજીક લાવી શકાય.

- Advertisement -

તકનીકી નિષ્ણાત સમિતિનો ઉદ્દેશ્ય વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગ લોકોની શારીરિક સ્થિતિના કારણે આવો નિર્ણય લેવામાં આવ્યો છે. તેના અંતર્ગત સામુદાયિક કેન્દ્ર આરડબલ્યુએ કેન્દ્ર, ગ્રુપ હાઉસિંગ સોસાયટી સેન્ટર, પંચાયત ઘર, સ્કુલ ભવન વગેરે જગ્યાએ વેક્સિનેશન કેન્દ્ર બનાવવામાં આવશે. 60 વર્ષથી વધારે ઉંમરના તમામ નાગરિકો જેમણે હજુ સુધી કોરોનાની વેક્સિન નથી લીધી અથવા તો બીજો ડોઝ લેવાનો બાકી છે તેઓ અને દિવ્યાંગ નાગરિકો ગઇંઈટઈ માં કોરોના વેક્સિનેશન માટે સામેલ થઈ શકશે. જ્યારે બાકીના લોકોએ વેક્સિન માટે નિયત કેન્દ્રો પર જ જવું પડશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular