જામનગર શહેર-જિલ્લામાં દોઢ માસથી સતત વધી રહેલા કોરોના સંક્રમણ હાલ મહદ અંશે ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમજ મૃત્યુઆંક પણ ઘટતો જાય છે. છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગર શહેરમાં 172 અને ગ્રામ્યના 73 કેસ મળી 245 કેસ નોંધાયા છે. તો 442 દર્દીઓએ કોરોનાને હરાવવામાં સફળ રહેતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જામનગરમાં છેલ્લાં 24 કલાક દરમિયાન 4 દર્દીઓના મોત નિપજ્યા હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જામનગરમાં બિનસત્તાવાર રીતે કોવિડ થી 40 દર્દીના મોત નિપજ્યા છે.
જામનગરની કોવિડ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાઇનો બંધ થઈ ગઇ છે. જામનગર શહેર-જિલ્લામાં દોઢ માસથી ચિંતાજનક રીતે વધતા જતાં કોરોના સંક્રમણને કાબુમાં કરવું અતિશય મુશ્કેલ બની ગયું હતું. પરંતુ છેલ્લાં એક સપ્તાહથી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં અને મૃત્યુનો આંકડો રાહતરૂપી ઘટડો જાય છે. જેના કારણે હોસ્પિટલોમાં એમ્બ્યુલન્સની કતારો જોવા મળતી નથી. છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગર શહેરમાં 172 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જ્યારે 345 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આ ઉપરાંત જામનગર ગ્રામ્ય વિસ્તારમાં કુલ 73 પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે 97 દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા ડિસ્ચાર્જ કરાયા છે. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં કુલ 367198 સેમ્પલનું પરીક્ષણ થયું છે. જામનગર ગ્રામ્યમાં અત્યાર સુધીમાં કુલ 270333 સેમ્પલનું પરીક્ષણ થયું છે. કોવિડ હોસ્પિટલ પોઝિટીવ દર્દીથી ઉભરાઇ રહી છે. છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગરમાં 4 દર્દીઓના મોત થી અરેરાટી ફેલાઈ ગઇ છે. ગુજરાત રાજ્યમાં છેલ્લાં દોઢ માસથી વધતા જતા કોરોના સંક્રમણમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં છેલ્લા 10 દિવસથી નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમજ સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે અને મૃત્યુદરનું પ્રમાણ પણ ઘટતું જાય છે.
તેમજ જામનગરમાં બિનસત્તાવાર રીતે 40 દર્દીઓના મોત નિપજ્યા છે. જો કે, આ મૃત્યુનો આંકડો સ્મશાનમાં અપાયેલા અગ્નિદાહોનો આંકડો છે. જ્યારે તંત્ર દ્વારા માત્ર 4 કોરોના દર્દીઓના મોત નિપજ્યાનું જાહેર કરાયું છે.
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લાં 7 દિવસથી કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે બીજી તરફ સાજા થનારા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જે આ પરિસ્થિતિમાં સારી બાબત છે. જામનગરની જી. જી. હોસ્પિટલમાં છેલ્લાં ઘણાં સમયથી કોવિડના દર્દીઓની સંખ્યામાં અનેકગણો વધારો થવાથી હોસ્પિટલની બહાર વેઈટિંગની પરિસ્થિતિ રહેતી હતી. જે છેલ્લાં 6-7 દિવસથી ઘટતા રાહત અનુભવાઈ છે. બીજી તરફ ધન્વન્તરિ મેદાનમાં બહારગામથી આવતા દર્દીઓની કારનો પાર્કિંગ ભરચકક રહેતું હતું. પરંતુ પોઝિટિવ કેસોની સંખ્યામાં ઘટાડો થતા આ પાર્કિંગમાં પણ કારોની સંખ્યામાં મોટો રાહતરૂપી ઘટાડો જોવા મળ્યો છે. હાલની પરિસ્થિતિ જાળવી રાખવી હોય તો લોકોએ જાગૃત્તતા દાખવવી જરૂરી બની ગઇ છે કેમ કે અગાઉ પણ કોરોનાની પ્રથમ લહેરમાં લોકોની બેદરકારીના કારણે જ કોરોનાનો કહેર અનેકગણો વધી ગયો હતો. જામનગરમાં શહેરમાં આવેલા ફરવાલાયક સ્થળોએ લોકોએ ઉત્સાહમાં આવી જઈ બહાર ન નિકળવું જોઇએ અને કોરોનાને કાબુમાં લેવો હોય તો જાહેરમાં ટોળામાં વાતોના ગપ્પા મારવાનું થોડા સમય માટે બંધ કરવું પડશે.
જામનગર જિલ્લામાં કોરોનામાં સાજા થનાર દર્દીઓની સંખ્યા 442
શહેરમાં 245 અને ગ્રામ્યમાં 97 દર્દીઓએ કોરોનાને માત આપી : જામનગર શહેરમાં 172 અને ગ્રામ્યના 73 કેસ પોઝિટિવ: સત્તાવાર મૃત્યુઆંક માત્ર 4 અને બિનસત્તાવાર 40