દેશમાં ત્રીજી લહેરની આશંકાઓ વચ્ચે કોરોનાના કેસ સતત ત્રણ દિવસથી વધી રહ્યા છે. સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ કેરળમાં છે. અહીં રોજે 22હજાર કરતા પણ વધુ કેસ નોંધાઈ રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 44હજાર કરતા પણ વધુ કેસ નોંધાયા છે. એક જ દિવસમાં 555 દર્દીઓના મૃત્યુ થયા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 44,230 કેસ નોંધાયા છે. 42,360 રીકવર થયા છે. ત્યારે 555 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ દેશમાં કુલ મૃતકઆંક 4,23,217 થયો છે. હાલ 4,05,155 એક્ટીવ કેસ છે. ગઈ કાલે દેશમાં નવા 43,509 કેસ નોંધાયા હતા. દેશમાં સતત વધી રહેલ કોરોનાના કેસોએ ચિંતા વધારી છે.
કેરળમાં સતત વધી રહેલા કોરોનાના કેસોના પરિણામે એવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે ત્રીજી લહેરની શરુઆત કેરળથી થશે. કેરળમાં છેલ્લા 24 કલાકમાં 22,064 કેસ નોંધાયા છે. જે દેશમાં નોંધાયેલા કેસની સંખ્યા કરતા અડધા છે.