Monday, December 23, 2024
Homeરાજ્યહાલારવીજ બિલનું ચુકવણું ન કરાતા નગરપાલિકા ઓફિસનું જોડાણ કટ થયું..!!

વીજ બિલનું ચુકવણું ન કરાતા નગરપાલિકા ઓફિસનું જોડાણ કટ થયું..!!

- Advertisement -

ખંભાળિયા નગરપાલિકા દ્વારા પીજીવીસીએલને ચૂકવવાની થતી વિજ બિલની રકમ સમયસર ન ભરપાઈ કરવામાં આવતા ગઈકાલે શુક્રવારે નગરપાલિકાનું વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યું હતું.

- Advertisement -

આ પ્રકરણ અંગે સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ નગરપાલિકા દ્વારા વોટર વકર્સ, સ્ટ્રીટ લાઈટ તેમજ ઓફિસ વિગેરેમાં વપરાતી વીજળીના બિલોની પીજીવીસીએલને ચૂકવવાની થતી આશરે રૂપિયા સાડા સોળ લાખથી વધુની બાકી રકમ સંદર્ભે પીજીવીસીએલ તંત્ર દ્વારા નગરપાલિકા સમક્ષ અવારનવાર ઉઘરાણી કરવામાં આવી હતી. પરંતુ સમયસર પીજીવીસીએલને પેમેન્ટ કરવામાં ના આવતા શુક્રવારે બપોરે વિજતંત્ર દ્વારા નગરપાલિકા ઓફિસનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું.

ત્યારબાદ પીજીવીસીએલને તાકીદે ચીફ ઓફિસરની સહી સાથે ચેક પેમેન્ટ કરવામાં આવતા કચેરીનો વીજ પુરવઠો પૂર્વવત રીતે શરૂ કરવામાં આવ્યો હતો. આ અંગે પાલિકા સૂત્રો દ્વારા જણાવાયા મુજબ નગરપાલિકાને વીજબીલ સહિતના ખર્ચ માટે રાજ્ય સરકાર દ્વારા ઓકટ્રોય અંગેની ગ્રાન્ટ આપવામાં આવે છે. પરંતુ નગરપાલિકાને હજુ સુધી આ રકમ ન મળતા પીજીવીસીએલને પેમેન્ટ થઈ શક્યું ન હતું. જેથી આ પરિસ્થિતિ સર્જાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં નગરપાલિકાને વિકાસ કાર્યો માટે રૂપિયા સાડા પાંચ કરોડ જેટલી ગ્રાન્ટના ખાત મુહૂર્ત કરવામાં આવ્યા છે. પરંતુ વીજ બીલ સમયસર ન ભરવામાં આવતા વિજ જોડાણ રદ કરાયાની બાબતે ભારે ચકચાર જગાવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular