Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયકેન્દ્રિય કર્મચારીઓનો ન્યૂનતમ પગાર રૂપિયા 26,000 થશે

કેન્દ્રિય કર્મચારીઓનો ન્યૂનતમ પગાર રૂપિયા 26,000 થશે

- Advertisement -

કેનદ્ર સરકારના કર્મચારીઓ લાંબા સમયથી ફિટમેંટ ફેક્ટર વધારવાની માગ કરી રહ્યા છે. તેમને બે દિવસમાં કંઈક સારા સમાચાર મળી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફિટમેંટ ફેક્ટર પર બુધવારે થનારી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં તેના પર ચર્ચા થઈ શકે છે. જો મોદી સરકાર લીલી ઝંડી આપી દેશે તો, 18,000 રૂપિયા બેસિક સેલરી મેળવનારા કર્મચારીઓની મીનિમમ સેલરી 26,000 રૂપિયા થઈ જશે. મે મહિનામાં સારો એવો વધારો આવી શકે છે.હાલમાં કર્મચારીઓને 2.57 ટકાના આધારે ફિટમેંટ ફેક્ટર અંતર્ગત વેતન મળી રહ્યા છે. જેને વધારીને 3.68 ટકા કરવામાં આવી શકે છે. જો આવું થશે તો, કર્મચારીઓનું મીનિમમ વેતન 8000 રૂપિયા વધશે. તેનો અર્થ એવો થાય છે કે, કેન્દ્ર સરકારના કર્મચારીઓને મીનિમમ વેતન 18,000 રૂપિયાથી વધીને 26,000 રૂપિયા થઈ જશે.

- Advertisement -

જો ફિટમેંટ ફેક્ટરને વધારીને 3.68 ટકા કરી દીધું તો, કર્મચારીઓનું મૂળ વેતન 26,000 રૂપિયા આવશે. હાલમાં આપને ન્યૂનતમ વેતન 18,000 રૂપિયા છે. ભથ્થાને જોડતા 2.57 ફિટમેંટ ફેક્ટર અનુસાર 46,260 રૂપિયા (18,000 % 2.57 – 46,260) મળી શકે છે. જો ફિટમેંટ ફેક્ટર 3.68 છે, તો આપની સેલરી 95,680 રૂપિયા (26000%3.68 – 95,680) થશે. કેન્દ્રીય મંત્રીમંડળે જૂન 2017માં 34માં સંશોધન સાથે પગાર પંચની ભલામણોને મંજૂરી આપી હતી. એન્ટ્રી લેવલ બેસિક પે 7000 રૂપિયા પ્રતિમહિને વધારીને 18,000 રૂપિયા કર્યું હતું, જયારે ઉચ્ચત્તમ સેલરી એટલે કે, સચિવને 90,000 રૂપિયાથી વધારીને 2.5 લાખ રૂપિયા કરવામાં આવ્યા હતા. ક્લાસ 1ના અધિકારીઓ માટે શરૂઆતી વેતન 56,100 રૂપિયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular