સ્પોર્ટર્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા એસજીએફઆઈ અંડર-19 ની ટીમના અમદાવાદ ખાતે સિલેકશનમાં 41 ગર્લ્સ સિલેકટ થયા બાદ ગુજરાત અંડર-19 ગર્લ્સની ટીમ માટે મેચો રમાયા.
જામનગર ખાતે પ્રીનેશનલ કોચિંગ કેમ્પમાં સિલેકશન મેચના આધારે ગુજરાત અંડર-19 ગર્લ્સની ટીમ બનાવાઈ હતી. ત્યારે બહેનોને એસજીએફઆઇ અંડર-19 ગર્લ્સ અને એનસીએ અંડર-19 ગર્લ્સ વચ્ચે મેચો રમાયા હતાં. કોચ રીનાબા ઝાલાના માર્ગદર્શન હેઠળ અંડર-19 ની ટીમ દ્વારા ખૂબ સુંંદર પ્રદર્શન રહ્યું હતું. આ તકે ગુજરાતની અંડર-19 ગર્લ્સની ટીમ નેશનલ ખાતે રમવા જવા માટે તૈયાર છે જામનગર ખાતે પ્રેકટીસ મેચ અને સુંદર વ્યવસ્થા માટે સૌ બહેનોએ ડીએસડીઓ રમાબેનનો તેમજ સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતનો આભાર વ્યકત કર્યો હતો.