Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીય4 મહિના બાદ દેશમાં કોરોનાના સૌથી ઓછા કેસ, મૃત્યુદર ચોંકાવનારો

4 મહિના બાદ દેશમાં કોરોનાના સૌથી ઓછા કેસ, મૃત્યુદર ચોંકાવનારો

- Advertisement -

દેશમાં ચાર મહિના બાદ આજે કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 31443 કેસ નોંધાયા છે. ત્યારે 2020 લોકોના એક જ દિવસમાં મૃત્યુ થયા છે. 49007 દર્દીઓ સ્વસ્થ પણ થયા છે. આ સાથે કોરોનાનો રીકવરી દર 97.28%એ પહોચ્યો છે.

- Advertisement -

આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,09,07,282 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી 3,00,63,720 લોકો સ્વસ્થ થયા છે જ્યારે 4,10,784 લોકોના મૃત્યુ થયા છે. . દેશમાં અત્યાર સુધીમાં કુલ 43,40,58,138 લોકોના કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા અને છેલ્લા 24 કલાકમાં કુલ 17,40,325 લોકોના કોરોનાના ટેસ્ટ કરાયા હતા.દેશમાં ચાલી રહેલાં રસીકરણના મહાઅભિયાન હેઠળ અત્યાર સુધી કુલ  38,14, 67, 646 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં  40, 65, 862 લોકોને કરોનાની રસી આપવામાં આવી હતી. 

ગુજરાતમાં કોરોના સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે.રાજ્યમાં ગઈકાલે કોરોનાના 32  કેસ નોંધાયા છે. જયારે એક દર્દીનું મૃત્યુ થયું છે. તો 16 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 801  છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular