પોરબંદર જીલ્લામાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. પરિણામે મોટા ભાગના ગામડાઓમાં ગત તા.11 થી તા.19 સુધી સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા અગામી તા.25 સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. પોરબંદર જીલ્લાના કુછડી થી લઈને મિયાણી સુધીના તમામ ગામોમાં તા.19 થી તા.25 સુધી બપોરના 2 વાગ્યા સુધી જ દુકાનો ખુલી રાખવામાં આવશે.
કોરોનાના કેસમાં સતત વધારાને લઈને વિસાવાળા આરોગ્ય કેન્દ્રની નીચે આવતા 12 ગામો કુછડી ,કાટેલા, રાતડી, પાલખડા, વિસાવાળા, ટુડકા, ભાવપરા, મિયાણી સહિતના ગામોમાં ગત તારીખ 11 થી લઈને 18 સુધી ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યું હતું જેમાં સવારે 6 થી 10 અને બપોર બાદ 5 થી 9 વગ્યા સુધીજ તમામ દુકાનો ખુલી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો ત્યારે ફરી આ લોકડાઉન માં વધારો કરી અને તારીખ 19 થી લઈને 25 તારીખ સુધી વધારી અને નિયમોમાં ફેરફાર કરી સવાર થઈ લઈને બપોર ના બે વાગ્યા સુધી જ દુકાનો ખુલી રાખી શકાશે. ઉપરાંત લોકોએ સોશિયલ ડીસ્ટન્સ અને મસ્કના નિયમોનું પાલન કરવાનું રહેશે. જો નિયમોનું પાલન નહિ કરવામાં આવે તો કડક કાર્યવાહી કરવામાં આવશે અને સ્થળ પરજ રૂપિયા 200 નો દંડ વસુલવામાં આવશે તેવી પણ કડક સૂચના તાલુકા પ્રમુખ પ્રતાપભાઇ કેશવાલા અને આવડાભાઈ ઓડેદરા તેમજ વિસાવાળામાં સરપંચ માલદેભાઈ કેશવાલા દ્વારા આપવામાં આવી છે.