વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સાંજે 6 વાગે કેબિનેટનું વિસ્તરણ કરવાના છે. આજે કુલ 43 મંત્રી શપથ લેશે. ફેરફાર પછી આ મોદીની સૌથી યુવા અને ટેલન્ટેડ ટીમ બનશે. નવા મંત્રીમંડળમાં 43 નામ કરવામાં આવ્યાં છે. જેમાં નારાયણ રાણે, સર્વાનંદ સોનોવાલ, વિરેન્દ્ર કુમાર, જ્યોતિરાદિત્ય સિંધિયા, રામચંદ્ર સિંગ, અશ્વિન વૈશ્નવ, પશુપતિ કુમાર પ્રસાદ, કિરણ રિજિજુ, હરદીપ સિંહ પુરી, રાજકુમાર સિંગ, મનસુખ માંડવિયા, ભૂપેન્દ્ર યાદવ, પુરુષોત્તમ રૂપાલા, કિશન રેડ્ડી, અનુરાગ ઠાકુર, પંકજ ચૌધરી,અનુપ્રિયા પટેલ, ડૉ. સત્યપાલ બઘેલ, રાજીવ ચંદ્રશેખર, શુશ્રી શોભા, ભાનુ પ્રતાપ સિંગ વર્મા, દર્શના વિક્રમ જરદોશ, મીનાક્ષી લેખી, અનુપમા દેવી, એ. નારાયણ સ્વામી, કૌશલ કિશોર, અજય ભાટ્ટ, બી. એલ. વર્મા, અજય કુમાર, દેવુસિંહ ચૌહાણ, ભગવંત ખુબા, કપીલ મોરેશ્વર પાટિલ, પ્રતિમા ભૌમિક, ડૉ. સુભાષ સરકાર , ડૉ. ભાગવત કિશનરાવ કરાડ , ડૉ. રાજકુમાર રંજન સિંહ, ડૉ. ભારતી પ્રવીણ પવાર , બિશેશ્વર તુડુ , શાંતનુ ઠાકુર , ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરા, જ્હોન બરાલા , ડૉ. એલ. મૃગન , નીતીશ પ્રામાણિક નો સમાવેશથાય છે.
કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ, મહિલા બાળ વિકાસના મંત્રી દેબોશ્રી ચૌધરી, રસાયણમંત્રી સદાનંદ ગૌડા અને શ્રમ રાજ્યમંત્રી સંતોષ ગંગવારે, શિક્ષણ રાજ્યમંત્રી સંજય ધોત્રે, બાબુલ સુપ્રિયો, પ્રતાપ સારંગી અને રતનલાલ કટારિયાએ પણ રાજીનામું આપી દીધું છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી ડૉ. હર્ષવર્ધને પણ સ્વાસ્થય મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. કેન્દ્રીય સામાજિક ન્યાયમંત્રી થાવરચંદ ગેહલોતે મંગળવારે જ રાજીનામું આપી દીધું છે. નોંધનીય છે કે થાવરચંદને કર્ણાટકના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.