પૃથ્વીની બહાર 408 કી.મી. ની ઊંચાઈ એ રહીને પૃથ્વીની પ્રદક્ષિણા કરી રહેલા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને તા.14મી જાન્યુઆરીના સાંજે નરી આંખે જોઈ શકાશે. જામનગરના નભોમંડળમાં તા.14 ના સાંજે આ અવકાશી અલભ્ય નજારો જોવા મળવાનો છે. ત્યારે જામનગરની ખગોળપ્રેમી જનતા એ આ અવકાશી ઘટના નો લહાવો લેવા અનુરોધ કરાયો છે.
આ અવકાશી યાનમાં હાલ માં 7 યાત્રીઓ પ્રવાસ કરી રહ્યા છે. 73.0 મીટર ની લંબાઈ અને 109 મીટર ની પહોળાઇ ધરાવતું આ યાન 7.66 કી.મીટર. પ્રતિ સેક્ધડ ની ઝડપે દર 92.68 મીનીટે પૃથ્વીની પ્રદક્ષિણા કરી રહ્યુ છે. જેણે ડિસેમ્બર 2021 સુધીમાં પૃથ્વીની 1,31,440 પ્રદક્ષિણા કરી લીધી છે.
જામનગર શહેરના નભોમંડળમાં 14 જાન્યુઆરીને શુક્રવારના સાંજે 7 વાગ્યા ને 30 મિનિટ અને 29 સેક્ધડ પછી દેખાવાનો પ્રારંભ થશે અને સાત વાગ્યાને 35 મિનિટને 52 સેક્ધડ સુધી દક્ષિણ પશ્ર્ચિમમાં અને ત્યાર પછી દક્ષિણ પૂર્વમાં જોઈ શકાશે.જે દક્ષિણ-પશ્ર્ચિમ દિશા માં ઊગી મધ્ય આકાશમાં મેષ રાશિ માંથી પસાર થઇ ચંદ્ર પાસે નીહાળી શકાશે.
રાજકોટમાં 19 કલાક 35 મિનિટ અને 57 સેક્ધડ, અમદાવાદમાં 19 કલાક 36 મિનિટ અને 52 સેક્ધડ, ધ્રોળ માં 19 કલાક 35 મિનિટ અને 36 સેક્ધડ, દ્વારકામાં 19 કલાક 35 મીનિટ અને 39 સેક્ધડ ના મધ્ય સમયે નરી આંખે જોઈ શકાશે.
જેની પ્રકાશની તીવ્રતા. -3.9 કે જે શુક્ર ના ગૃહ જેટલો પ્રકાશીત છે. આ સ્પેસ સ્ટેશન ખુબ જ ચમકતા હોવાથી મધ્ય આકાશ માં અને બ્રમ્હમંડળ ના ચમકતા તારા બ્રમ્હહ્રદય પાસેથી પસાર થશે. ત્યારે નરી આંખે 4 મિનિટ સુધી જોઈ શકાશે તેમ ખગોળ મંડળના જામનગરના કિરીટ શાહની યાદીમાં જણાવાયું છે.