દેશનું આઇટી ક્ષેત્ર મંદીનો અહેસાસ કરી રહ્યું છે. આ કંપનીઓ પોતાના કાર્યકાળનો ગંભીર પડકારોનો તબકકો અનુભવી રહી છે. અગાઉ આ કંપનીઓ, કોરોનાકાળ દરમ્યાન, 10-20 ટકાની સામાન્ય મંદી અનુભવી ચૂકી છે. ટકી શકી છે. પરંતુ તાજેતરમાં ભૂતકાળની સરખામણીએ આ કંપનીઓ વધુ ઘેરી મંદીનો સામનો કરી રહી છે.દેશમાં આઇટી ક્ષેત્રની ટોપ કંપનીઓ હાલમાં 20-30 ટકાની મંદીનો તબકકો પસાર કરી રહી છે.
સપ્ટેમ્બરની 30મી પહેલાંના 3 માસની સ્થિતિ જોઇએ તો, દેશની ચાર ટોપ આઇટી કંપનીઓ શાર્પ મંદી અનુભવી રહી છે. ટીસીએસમાં 11.9 ટકા મંદી અનુભવાઇ રહી છે. બાકીની 3 કંપનીઓ આ ટકાવારીથી વધુ મંદી અનુભવી રહી છે. ઇન્ફોસિસ 20.12 ટકા મંદી અને વિપ્રો 20.5 ટકા મંદીનો સામનો કરી રહી છે.
એચસીએલ પણ 15.7 ટકા મંદી અનુભવે છે. અગાઉ તેણે કર્મચારીઓની સંખ્યા વધારવાનો તબકકો પસાર કરેલો. આ પહેલાંનાં 3 માસમાં એચસીએલ એ 11.8 ટકા મંદીનો સામનો કરેલો. નાસ્ડેકમાં લિસ્ટેડ કંપની કોગ્નીઝન્ટના મોટાંભાગના કર્મચારીઓ ભારતમાં છે. આ કંપની 31 ટકા મંદી અનુભવે છે. પાછલાં 3 દાયકામાં અત્યારે ટેલન્ટની સૌથી તીવ્ર અછત છે. ઇન્ફોસિસનો મંદી રેટ 13.9 હતો. તે વધીને 20.1 થયો છે. કંપનીઓ જે મંદી અનુભવી રહી છે તે મંદી કંપનીની સેવાઓમાં માંગને ઘટાડી શકે છે.