રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!
ગત સપ્તાહે ફુગાવાના અત્યંત જોખમી પરિબળ અને યુક્રેન – રશિયા યુદ્વ વકરી રહ્યું હોઈ જીઓપોલિટીકલ ટેન્શનના પરિણામે વૈશ્વિક આર્થિક મંદીના વધી રહેલા જોખમને પરિણામે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ટરનેશનલ મોનીટરી ફંડ દ્વારા વિશ્વ સાથે ભારતના આર્થિક વિકાસના અંદાજને ઘટાડવામાં આવ્યાની નેગેટીવ અસરે શેરોમાં સતત મોટાપાયે વેચવાલ બનેલા ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની વેચવાલી બાદ ચાઈના સહિતના દેશોમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારા બાદ હવે ભારતમાં પણ કેસો ઝડપી વધવા લાગ્યા છતાં પ્રવર્તમાન જીઓપોલિટીકન ટેન્શન અને ચાઈનાના લોકડાઉનના કારણે આર્થિક વિકાસ રૂંધાઈ રહ્યો હોઈ એડવાન્ટેજ ઈન્ડિયા હોય અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ફંડોની સતત આક્રમક ખરીદીએ તેજીની આગેવાનીમાં ફંડોએ ભારતીય શેરબજારમાં તેજી કરી હતી.
કેન્દ્ર સરકાર દ્વારા દેશની સૌથી મોટી ઈન્સ્યોરન્સ કંપની એલઆઈસી ઓફ ઈન્ડિયાના મેગા આઈપીઓને લાવવા માટે ટૂંક સમયમાં નિર્ણય જાહેર થવાના અહેવાલ અને કોર્પોરેટ પરિણામોની સીઝનની સાથે સાથે ફુગાવાનો માર્ચ મહિનાનો આંક વધીને ૧૪.૫૫% ની ઊંચાઈએ જાહેર થતાં અને હજુ સતત વધતી મોંઘવારી દેશના અર્થતંત્રને ડામાડોળ કરી મૂકશે એવી ભીતિ સાથે વૈશ્વિક મોરચે જીઓપોલિટીકલ ટેન્શન વધતું જતું હોવાથી અને કોરોના કેસોમાં ફરી વ્યાપક વધારો જોવાતા બેરોજગારીમાં ચિંતાજનક વધારો અને સાથે વિશ્વના અનેક દેશોમાં ફુગાવો વધતાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા માટે વ્યાજ દરમાં વધારો કરવો અનિવાર્ય બની જવાની પરિસ્થિતિ ઊભી થઈ હોઈ મોંઘવારી અને આર્થિક વિકાસ વચ્ચે સમતુલન જાળવવાના સૌથી મોટા પડકારની સ્થિતિએ દરેક ઉછાળે સાવચેતી જોવા મળી હતી.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….
ક્રૂડ ઓઈલ, અનાજ, ખાધતેલ અને વિવિધ કાચા માલમાં મોંઘવારીનો અજગર ભરડો હવે સમગ્ર વિશ્વને ઘેરી રહ્યો છે. અમેરિકા, બ્રિટન, ચીન, ઇન્ડોનેશિયા, ફીલીપ્પાઈન્સ, થાઈલેન્ડ, દક્ષીણ કોરિયા અને ભારત વિશ્વના ટોચના અર્થતંત્રમાં ફુગાવાના દર વધી રહ્યા છે. મોંઘવારી ખરેખર વ્યાપક રીતે વધી રહી છે અને તેને નાથવા માટે પગલાં લેવા પડશે. અમેરિકામાં ગ્રાહક ભાવાંક વધીને ૮.૫%ની સપાટી ઉપર આવ્યો હતો જે ૪૦ વર્ષની ઉંચી સપાટી છે. બ્રિટનમાં ભાવાંક ૭% જોવા મળ્યો છે જે ૩૦ વર્ષની ઉંચી સપાટી ઉપર છે. ભારતમાં મોંઘવારીનો આંક ફેબ્રુઆરી માસમાં ૬.૯૫% હતો જે ૧૭ મહિનાની ઉંચી સપાટી ઉપર છે.
વિશ્વમાં અત્યારે મોંઘવારીની સ્થિતિ બેકાબુ જોવા મળી છે. માત્ર માંગ અને પુરવઠો નહી પણ દેશની રાજકીય અને આર્થિક સ્થિતિના કારણે પાકિસ્તાન અને શ્રીલંકા સૌથી મોટી કટોકટીમાંથી પસાર થઇ રહ્યા છે. વિશ્વના અગ્રણી અર્થતંત્ર અમેરિકા, ચીન, ભારત અને જાપાન માટે ખાદ્યચીજો જ નહી પણ ઇંધણ અને ઉર્જાના ઊંચા કે વિક્રમી ભાવ પણ મોટી સમસ્યા છે. ક્રૂડ ઓઈલ, કોલસો અને નેચરલ ગેસ એમ ઉર્જાના ત્રણેય સ્ત્રોત વધારે માંગ અને રશિયા – યુક્રેન વચ્ચે યુદ્ધના કારણે વધી રહ્યા છે. હજુ યુદ્ધ અટક્યું નથી અને દુનિયા ઉપર ઉર્જા કટોકટીના વાદળો ઘેરાયેલા છે. સૌથી મહત્વની વાત છે કે ચીન, જાપાન અને ભારત આ ત્રણ અર્થતંત્ર આયાતી ઉર્જા ઉપર નભે છે એટલે વિશ્વમાં જે ઊંચા ભાવ હશે તે ભાવે તેમણે ખરીદી કરવી જ પડશે.
ઊંચા ભાવની અસરથી એન્જીનીયરીંગ, ઓટો પાર્ટસ, એલ્યુમિનિયમની બનાવટો જેવા ઉદ્યોગોની હાલત માઠી થઇ છે. ભારતમાં છ કરોડથી વધારે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના એકમો છે જે દેશના મેન્યુફેક્ચરિંગમાં અર્ધાથી વધારે હિસ્સો ધરાવે છે. આ ઉપરાંત, પેટ્રોલ અને ડિઝલના ઊંચા ભાવના કારણે માલ પરિવહન મોંઘુ થયું હોવાથી તેની પણ પરોક્ષ અસર તેના ઉપર જોવા મળે છે એટલે ઉત્પાદકો ક્યા ભાવે ઓર્ડર મેળવે, ક્યા ભાવે તેનું વેચાણ કે નિકાસ કરે તેની એક મોટી સમસ્યા ઉભી થઇ છે. મેટલ્સ અને તેને લગતી ચીજો સિવાય સિમેન્ટના ભાવમાં પણ ૫૦ કિલોની બેગમાં રૂ.૨૦ થી ૩૦નો વધારો છેલ્લા બે મહિનામાં જોવા મળ્યો છે.
મિત્રો, કેલેન્ડર વર્ષ ૨૦૨૨માં સ્થાનિક તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા….
સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં ફેબ્રુઆરી ૨૦૨૨માં અંદાજીત રૂ.૪૨,૦૮૪.૦૭ કરોડની ખરીદી, માર્ચ ૨૦૨૨માં અંદાજીત રૂ.૩૯,૬૭૭.૦૩ કરોડની ખરીદી તેમજ ૨૧ એપ્રિલ ૨૦૨૨ સુધીમાં અંદાજીત રૂ.૧૮,૫૬૪.૧૩ કરોડની ખરીદી કરવામાં આવી હતી, જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં ફેબ્રુઆરી ૨૦૨૨માં અંદાજીત રૂ.૪૫,૭૨૦.૦૭ કરોડની વેચવાલી, માર્ચ ૨૦૨૨માં અંદાજીત રૂ.૪૩,૨૮૧.૩૧ કરોડની વેચવાલી તેમજ ૨૧ એપ્રિલ ૨૦૨૨ સુધીમાં અંદાજીત રૂ.૨૬,૭૪૪.૪૭ કરોડની વેચવાલી કરવામાં આવી હતી
બજારની ભાવી દિશા…. મિત્રો, યુરોપમાં યુદ્ધ અને યુએસ ફેડરલ રિઝર્વના અપેક્ષિત વધારાને કારણે વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં અસ્થિરતા અને વ્યાજદરોમાં વધારો એ ભારતના અર્થતંત્ર માટે સૌથી મોટા પડકારો છે. ફેડ દ્વારા દરમાં વધારા અંગે આક્રમક નીતિથી આશ્ચર્યચકિત છે કારણ કે યુએસમાં ફુગાવો ફેબ્રુઆરી બાદમાં માર્ચ માસમાં પણ ચાર દાયકાના નવા ઉચ્ચતમ સ્તરે પહોંચ્યો હતો. ફેડ અમેરિકામાં વ્યાજદર ૨.૭૫% સુધી વધવા દેશે. ફેડની આગામી બે બેઠકો સ્પષ્ટ ચિત્ર વધુ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે ફેડે વ્યાજ દરમાં ત્રણ વર્ષ બાદ પ્રથમ વખત ૨૫ બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો.
યુક્રેન – રશિયા યુદ્વ અને ચીનમાં કોવિડ-૧૯ના કેસોમાં ઉછાળો આવતા વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ફરીવાર દહેશતનો માહોલ ઉભો કર્યો છે ઉપરાંત વધતી મોંઘવારી અને તરલતાનું સંકટ હજુ યથાવત છે. કોવિડ-૧૯ સંક્રમણના અને વધતો ફુગાવાનો દર પણ જોખમ બની રહ્યો છે. અંદાજીત મોંઘવારી દરની સરખામણીએ અસ્થિરતાના લીધે વિશ્વની મધ્યસ્થ બેન્કોને નાણાકીય નીતિને આકરી બનાવવા પ્રેરિત કરી શકે છે અને નીતિગત ખામીઓનું જોખમ વધી શકે છે. આગામી દિવસોમાં વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડી જોવા મળી શકે છે, તેથી કોર્પોરેટ પરિણામો પ્રોત્સાહક નીવડવાની પૂરી શકયતા વચ્ચે દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!
નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૭૧૬૬ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૪૭૪ પોઇન્ટના પ્રથમ અને ૧૭૬૦૬ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૭૧૦૭ પોઇન્ટથી ૧૭૦૭૭ પોઇન્ટ, ૧૭૦૦૭ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૭૬૦૬ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૩૬૦૩૯ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૫૬૭૬ પોઇન્ટના પ્રથમ અને ૩૫૩૭૩ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૩૬૧૮૮ પોઇન્ટથી ૩૬૩૭૩ પોઇન્ટ, ૩૬૪૭૪ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૬૪૭૪ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……
૧) રેમકો સિસ્ટમ્સ ( ૩૨૭ ) :- સોફ્ટવેર પ્રોડક્ટ્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૩૧૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૩૦૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૪૭ થી રૂ.૩૬૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૩૭૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
૨) એલ્જી ઈક્વિપમેન્ટ્સ ( ૩૨૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૩૦૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૨૮૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૩૩૭ થી રૂ.૩૫૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
૩) સ્વાન એનર્જી ( ૩૦૮ ) :- રૂ.૨૮૮ નો પ્રથમ તેમજ રૂ.૨૭૨ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૩૨૩ થી રૂ.૩૩૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!
૪) મિન્દા કોર્પોરેશન ( ૨૫૦ ) :- ઓટો કોમ્પોનન્ટ્સ & ઈક્વિપમેન્ટ્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૬૭ થી રૂ.૨૭૫ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૨૨૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!
૫) અદાણી પાવર ( ૨૫૦ ) :- રૂ.૨૩૩ નો પ્રથમ તેમજ રૂ.૨૧૮ ના સ્ટોગ સપોર્ટથી ઇલેક્ટ્રિક યુટિલિટીઝ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૬૩ થી રૂ.૨૭૨ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
૬) એજીસ લોજીસ્ટિક્સ ( ૨૩૦ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૨૧૭ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૨૪૭ થી રૂ.૨૬૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
૭) અપોલો ટાયર્સ ( ૨૦૨ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૮૮ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૨૧૭ થી રૂ.૨૨૩ ના સંભવિત ભાવની શક્યતા છે…!!
૮) જ્યોતિ લેબોરેટરીઝ ( ૧૫૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ હાઉસહોલ્ડ પ્રોડક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૩ આસપાસ રોકાણકારે રૂ.૧૬૩ થી રૂ.૧૭૦ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૨૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……
૧) ગોદરેજ પ્રોપર્ટીઝ ( ૧૫૭૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૧૫૩૦ ના સપોર્ટથી ખરીદવાલાયક..!! રેસિડેન્શિયલ & કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૧૬૦૬ થી રૂ.૧૬૩૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!
૨) મુથુત ફાઈનાન્સ ( ૧૨૯૦ ) :- આ સ્ટોક રૂ.૧૨૭૩ નો પ્રથમ તેમજ રૂ.૧૨૬૦ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૩૦૮ થી રૂ.૧૩૩૦ સુધી ની તેજી તરફ રુખ નોંધાવશે..!!
૩) ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૭૧૧ ) :- ૪૭૫ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૧૬૮૬ નો પ્રથમ તેમજ રૂ.૧૬૭૦ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૩૭ થી રૂ.૧૭૫૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!
૪) રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૨૭૬૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૮૦૮ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૨૮૩૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૨૭૩૦ થી રૂ.૨૭૧૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૮૪૦ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!
૫) SBI લાઈફ ઈન્સ્યુરન્સ ( ૧૧૩૭ ) :- રૂ.૧૧૬૦ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૭૩ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૧૧૧૬ થી રૂ.૧૧૦૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૧૮૦ ઉપર તેજી તરફી ધ્યાન… !!
૬) ભારતી એરટેલ ( ૭૩૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૭૪૭ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૭૫૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૭૧૭ થી રૂ.૭૦૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૬૦ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!
રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો……
૧) એલટી ફૂડ્સ ( ૯૫ ) :- પેકેજ્ડ ફૂડ્સ સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૧૦૮ થી રૂ.૧૨૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
૨) એચએફસીએલ લિ. ( ૭૭ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે ટેલિકોમ – ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૭૦ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૮૪ થી રૂ.૯૦ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!
૩) એનસીસી લિ. ( ૭૧ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૩ નો પ્રથમ તેમજ રૂ.૫૭ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! સિવિલ કન્સ્ટ્રક્શન સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૭૫ થી રૂ.૮૪ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
૪) શ્રી રેણુકા સુગર્સ ( ૬૧ ) :- રૂ.૫૩ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૬૭ થી રૂ.૭૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૭૩ ઉપર તેજી તરફી ધ્યાન…..!!
નિફટી ફયુચર રેન્જ ૧૭૦૦૭ થી ૧૭૪૭૪ પોઇન્ટ ધ્યાને લેવી…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )