Monday, December 23, 2024
HomeબિઝનેસStock Market Newsવૈશ્વિક તેમજ સ્થાનિક સ્તરે અનેક પોઝિટીવ અહેવાલો પાછળ ભારતીય શેરબજારમાં ઐતિહાસિક તેજી...

વૈશ્વિક તેમજ સ્થાનિક સ્તરે અનેક પોઝિટીવ અહેવાલો પાછળ ભારતીય શેરબજારમાં ઐતિહાસિક તેજી યથાવત્…!!

- Advertisement -

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૪.૧૦.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૦૭૩૭.૦૫ સામે ૬૧૦૮૮.૮૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૦૯૭૮.૦૪ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૭૫.૨૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૬૮.૯૦ પોઈન્ટના ઉછાળા સાથે ૬૧૩૦૫.૯૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

- Advertisement -

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૨૭૨.૭૫ સામે ૧૮૨૬૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૮૨૪૦.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૫.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૮૪.૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૩૫૬.૭૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

- Advertisement -

સપ્તાહના અંતિમ દિવસે એટલે કે શુક્રવારે દશેરા નિમિતે ભારતીય શેરબજાર બંધ રહેનાર હતું. ગુરુવારે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત અપેક્ષિત મજબૂતીએ થઈ હતી. દેશમાં ઔદ્યોગિક, આર્થિક પ્રવૃતિઓને વેગ મળી રહ્યો હોઈ ફંડોએ કંપનીઓના શરૂ કરેલા રી-રેટીંગ અને સપ્ટેમ્બર ૨૦૨૧ના અંતના કંપનીઓના  પ્રોત્સાહક પરિણામોમાં વિપ્રો, ઈન્ફોસીસના ઉત્કૃષ્ટ પરિણામ જાહેર થતાં ફંડોએ તેજી કરી હતી. મોદી સરકાર દ્વારા આર્થિક વિકાસને  વેગ આપવા સતત ઉદારીકરણના પગલાં લેવામાં આવતાં રહેવાના સંકેત સાથે કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી આગામી દિવસોમાં વધુ સુધરવાની અપેક્ષાએ ફંડોની ભારે લેવાલીએ બીએસઇ સેન્સેકસે ૬૧૩૫૩ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૧૮૩૬૫ પોઈન્ટની નવી ઐતિહાસિક સપાટી નોંધાવી હતી.

દેશમાં કોરોના સંક્રમણની ત્રીજી લહેરની ચિંતા છતાં આર્થિક મોરચે દેશમાં ઉદ્યોગો અને કોર્પોરેટ ઈન્ડિયા ફરી બિઝનેસમાં વેગ પકડી રહ્યાના અહેવાલ અને મોદી સરકાર દ્વારા આર્થિક વિકાસને  વેગ આપવા સતત ઉદારીકરણના પગલાં લેવામાં આવતાં રહેવાના સંકેત સાથે કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી આગામી દિવસોમાં વધુ સુધરવાની અપેક્ષા અને ચોમાસાની સારી પ્રગતિ વચ્ચે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. વૈશ્વિક મોરચે એનર્જી કટોકટીની પરિસ્થિતિ અને ભારતમાં પણ કોલસાની અછતના પરિણામે વિવિધ રાજયોમાં વીજ કાપના અહેવાલો અને ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધીને ફરી વર્ષની ઊંચાઈએ પહોંચી જવાના નેગેટીવ પરિબળોને અવગણીને ગુરુવારે ફંડોએ શેરોમાં તેજી કરતા ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. 

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓટો શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૯૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૯૬ અને વધનારની સંખ્યા ૧૬૫૮ રહી હતી, ૧૪૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૨૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૫૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય શેરબજારના બેન્ચમાર્ક ફરી નવી ઐતિહાસિક ઉંચાઇએ પહોંચ્યા છે પરંતુ હવે એ વાતની ચિંતા છે કે ક્રૂડ ઓઈલના વધતા ભાવ આ તેજીની અટકાવી શકે છે. બીજી બાજુ કોવિડ-૧૯નો કહેર ઓસરતા ઘણા દેશોએ નિયંત્રણો હળવા કર્યા પછી ઓઇલની વૈશ્વિક માંગમાં વૃદ્ધિ થઇ રહી છે. વિશ્લેષકોએ ચેતવણી આપી હતી કે ક્રૂડની કિંમતોમાં તીવ્ર વૃદ્ધિએ અપેક્ષા કરતાં લાંબા સમય સુધી વૈશ્વિક ફુગાવાની સમસ્યાને વકરાવી શકે છે અને સસ્તી ધિરાણ નીતિનો અંત વહેલો લાવી શકે છે. ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઉછાળો આર્થિક વૃદ્ધિદરને ધીમો પાડી શકે છે.

ગત ૧૮ મહિનાઓમાં નવી એનર્જી સપ્લાયમાં ઓછું રોકાણ, ઓપેક સહિત દેશોનુ પ્રોડક્શન-કટ તેમજ ઓગસ્ટ માસના અંતે ચક્રવાતને કારણે સપ્લાય મંદ રહી અને પરિણામે સપ્ટેમ્બર માસમાં મેક્સિકોની ખાડીમાંથી ઓઇલ અને ગેસની સપ્લાયમાં વિક્ષેપ પડયો. અહીં એની પણ નોંધ લેવી કે ચીનમાં તેની સૌથી મોટી રિયલ્ટી કંપની એવરગ્રાન્ડેનું મસમોટું ઋણ સંકટ પણ તોળાઇ રહ્યુ છે જે ચીન સહિત સમગ્ર વૈશ્વિક અર્થતંત્રને ફરીવાર મંદી તરફ ધકેલી દેશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગામી સપ્તાહમાં સપ્ટેમ્બર ૨૦૨૧ના અંતના કોર્પોરેટ પરિણામો સાથે રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્ય તેમજ ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પર વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારની નજર રહેશે.

તા.૧૮.૧૦.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૧૪.૧૦.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૮૩૫૫ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૮૨૩૨ પોઈન્ટના પ્રથમ અને ૧૮૧૮૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૮૪૦૪ પોઈન્ટ થી ૧૮૪૩૪ પોઈન્ટ ૧૮૪૭૪ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૮૪૩૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૧૪.૧૦.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૯૪૦૨ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૯૦૦૯ પોઈન્ટના પ્રથમ અને ૩૮૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૯૬૭૬ પોઈન્ટ થી ૩૯૮૦૮ પોઈન્ટ, ૪૦૦૪૪ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૪૦૦૪૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • અદાણી એન્ટરપ્રાઇઝ ( ૧૬૪૯ ) :- ટ્રેડિંગ & ડિસ્ટ્રીબ્યુશન ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૬૨૨ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૬૦૬ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૬૭૩ થી રૂ.૧૬૮૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૬૯૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ટાટા કેમિકલ ( ૧૦૮૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૦૪૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૦૨૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૧૦૮ થી રૂ.૧૧૩૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • બર્જર પેઈન્ટ ( ૮૪૩ ) :- રૂ.૮૨૮ નો પ્રથમ તેમજ રૂ.૮૦૮ ના બીજા સપોર્ટથી ફર્નિચર, ફર્નિશિંગ, પેઇન્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૮૬૩ થી રૂ.૮૭૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • ભારત ફોર્જ ( ૭૯૮ ) :- ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૮૦૮ થી રૂ.૮૧૮ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૭૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • જેએસડબ્લ્યુ સ્ટીલ ( ૬૯૭ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૮૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક આયર્ન & સ્ટીલ/ઇન્ટરમ. પ્રોડક્ટ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૦૭ થી રૂ.૭૨૭ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • પિરામલ એન્ટરપ્રાઇઝ ( ૨૮૩૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાઈનાન્સિયલ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૮૭૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૭૮૭ થી રૂ.૨૭૭૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૯૦૯ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ICICI બેન્ક ( ૭૨૭ ) :- રૂ.૭૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૭૫૫ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૭૦૭ થી રૂ.૬૯૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૭૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • ચોલામંડલમ ફાઈનાન્સ ( ૫૯૨ ) :- ફાઈનાન્સ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૬૧૬ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૫૭૭ થી રૂ.૫૬૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • ગ્લેનમાર્ક ફાર્મા ( ૫૨૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૫૪૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૫૧૩ થી રૂ.૫૦૩ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૫૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • બંધન બેન્ક ( ૩૨૨ ) :- ૩૩૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૩૪૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૩૦૮ થી રૂ.૨૯૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૩૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular